વડાપ્રધાન મોદીએ, પ્રકૃતિ અને પર્યાવરણના સન્માનને માનવ અસ્તિત્વનો મૂળભૂત આધાર ગણાવ્યો
નવી દિલ્હી, 30 જુલાઈ (હિ.સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, પ્રકૃતિ, પર્યાવરણ અને સમગ્ર સૃષ્ટિના સન્માનને માનવ અસ્તિત્વના મૂળમાં ગણાવતા તેમના પ્રત્યે કૃતજ્ઞતા અને સેવાભાવ અપનાવવા આહ્વાન કર્યું છે. તેમણે કહ્યું કે, પ્રકૃતિ પ્રત્યે સન્માન અને સંરક્ષણની ભ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી-ફાઈલ ફોટો


નવી દિલ્હી, 30 જુલાઈ (હિ.સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, પ્રકૃતિ, પર્યાવરણ અને સમગ્ર સૃષ્ટિના સન્માનને માનવ અસ્તિત્વના મૂળમાં ગણાવતા તેમના પ્રત્યે કૃતજ્ઞતા અને સેવાભાવ અપનાવવા આહ્વાન કર્યું છે. તેમણે કહ્યું કે, પ્રકૃતિ પ્રત્યે સન્માન અને સંરક્ષણની ભાવના સાથે સ્વસ્થ, સમૃદ્ધ અને સશક્ત રાષ્ટ્રના નિર્માણમાં સૌ સહભાગી બને.

વડાપ્રધાન મોદીએ આજે એક્સ પર કહ્યું, “પ્રકૃતિ, પર્યાવરણ અને સમગ્ર સૃષ્ટિનું સન્માન આપણા અસ્તિત્વના મૂળમાં છે. ચાલો, આપણે તેમના પ્રત્યે સંપૂર્ણ કૃતજ્ઞતા અને સેવાભાવ સાથે એક સ્વસ્થ, સમૃદ્ધ અને સશક્ત રાષ્ટ્રના નિર્માણમાં સહભાગી બનીએ.” આ અવસરે તેમણે સુભાષિતમ્ શેર કર્યું-

“शं नो द्यावापृथिवी पूर्वहूतौ शमन्तरिक्षं दृशये नो अस्तु।

शं न ओषधीर्वनिनो भवन्तु शं नो रजसस्पतिरस्तु जिष्णुः॥”

આ સુભાષિતમ્ નો અર્થ છે કે, આકાશ અને પૃથ્વી આપણા માટે કલ્યાણકારી હો તથા અંતરિક્ષ આપણા માટે સુખદ અને મંગલમય હો. ઔષધિઓ અને વનસ્પતિઓ આપણું કલ્યાણ કરે તથા પ્રકૃતિના તમામ તત્વો અને શક્તિઓ આપણા માટે શુભ અને હિતકારી સિદ્ધ થાઓ.

હિન્દુસ્થાન સમાચાર/માધવી ત્રિપાઠી/મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande