
નવી દિલ્હી, 30 જુલાઈ (હિ.સ.). સ્વતંત્રતા દિવસની ઉજવણીની તૈયારીઓને ધ્યાનમાં રાખીને, રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં યોજાતો 'ચેન્જ ઓફ ધ ગાર્ડ' સમારોહ એક અને આઠ ઓગસ્ટના રોજ યોજાશે નહીં.
ગુરુવારે રાષ્ટ્રપતિ ભવન દ્વારા જારી કરાયેલા એક પ્રકાશન મુજબ, સ્વતંત્રતા દિવસની ઉજવણી માટેના રિહર્સલને કારણે બંને દિવસે ગાર્ડ ચેન્જ સમારોહ મુલતવી રાખવામાં આવશે. સામાન્ય સંજોગોમાં, આ સમારોહ રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં યોજાતો હોય છે, પરંતુ સ્વતંત્રતા દિવસની તૈયારીઓને કારણે, કામચલાઉ ફેરફાર કરવામાં આવ્યો છે.
પ્રકાશનમાં જણાવાયું છે કે, સ્વતંત્રતા દિવસની ઉજવણી માટેના રિહર્સલ પૂર્ણ થયા પછી, ગાર્ડ ચેન્જ સમારોહ ફરીથી નિર્ધારિત સમયપત્રક મુજબ યોજાશે.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ