
-જથ્થો પસાર થતાં જ સમારકામ માટે રાષ્ટ્રીય ધોરીમાર્ગ-44 પર વાહનવ્યવહાર રોકવામાં આવ્યો.
જમ્મુ, નવી દિલ્હી, 31 જુલાઈ (હિ.સ.). અમરનાથ યાત્રાળુઓનો 24મો જથ્થો, આજે વહેલી સવારે 2:42 વાગ્યે જમ્મુના ભગવતી નગર યાત્રી નિવાસથી બાલટાલ બેઝ કેમ્પ માટે રવાના થયો. આ દરમિયાન, જરૂરી સમારકામ માટે જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ (એનએચ-44) પર વાહનવ્યવહાર સંપૂર્ણપણે રોકી દેવામાં આવ્યો છે. સુખદ બાબત એ છે કે આ જથ્થો તે પહેલાં જ કોઈ અવરોધ વિના આગળ વધી ગયો હતો.
સંયુક્ત પોલીસ કંટ્રોલ રૂમ અનુસાર, 24મા જથ્થામાં સામેલ યાત્રાળુઓ 54 વાહનોમાં રવાના થયા. આમાં 38 બસો, સાત મીડિયમ મોટર વાહનો અને નવ લાઇટ મોટર વાહનોનો સમાવેશ થાય છે. આ જથ્થામાં 1,215 પુરુષો, 335 મહિલાઓ, 48 સાધુઓ, પાંચ સાધ્વીઓ અને સાધુઓ સાથે બે બાળકોનો સમાવેશ થાય છે. આ જથ્થા સાથે આ વર્ષે ભગવતી નગર બેઝ કેમ્પથી રવાના થયેલા યાત્રાળુઓની કુલ સંખ્યા 1,35,806 થઈ ગઈ છે.
ઉધમપુર અને રામબન જિલ્લા પ્રશાસનના અલગ-અલગ આદેશો બાદ આજે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે (એનએચ-44) પર વાહનોની અવરજવર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. આ પગલું ઉધમપુર જિલ્લાના ગંગરુ, કિશ્તવાડી પથ્થર, સમરોલી અને લાધા જેવા સંવેદનશીલ સ્થળોએ રસ્તાના સમારકામ, કાટમાળ હટાવવા અને ઢાળને મજબૂત કરવાના સંદર્ભમાં લેવામાં આવ્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે અમરનાથ યાત્રાળુઓનો જથ્થો ટ્રાફિક રોકવામાં આવે તે પહેલાં જ હાઈવેના પ્રભાવિત ભાગને પાર કરી ગયો હતો.
હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ