
ગ્લાસગો, નવી દિલ્હી, 31 જુલાઈ (હિ.સ.). ભારતની સીમા કાલિરામનાએ, ગુરુવારે રાષ્ટ્રમંડળ રમતગમત 2026માં મહિલાઓની ડિસ્કસ થ્રો ફાઇનલમાં કાંસ્ય પદક જીત્યો.
તેમના બીજા પ્રયાસમાં 58.65 મીટરનો તેમનો સર્વશ્રેષ્ઠ થ્રો (છમાંથી તેમના ફક્ત બે જ માન્ય થ્રો હતા) તેમને પોડિયમ સુધી પહોંચાડવા માટે પૂરતો હતો. સ્પર્ધામાં સામેલ બીજી ભારતીય, નિધિ રાણી, 57.10 મીટરના સર્વશ્રેષ્ઠ થ્રો સાથે ચોથા સ્થાને રહી.
આ રમતોમાં મહિલાઓની ડિસ્કસ થ્રોમાં ભારતનો આ નવમો પદક છે અને કાલિરામના, છઠ્ઠા અલગ-અલગ મેડલિસ્ટ છે. સીમા પૂનિયાના નામે ચાર રાષ્ટ્રમંડળ રમતગમત પદક છે, જેમાં ત્રણ રજત પદકનો સમાવેશ થાય છે.
જમૈકાની સામંથા હોલે 61.66 મીટરના સર્વશ્રેષ્ઠ થ્રો સાથે સુવર્ણ પદક જીત્યો, જ્યારે કેનેડાની જુલિયા ટંક્સે 60.67 મીટરના થ્રો સાથે રજત પદક મેળવ્યો.
હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ