તૃણમૂલ કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય સબ્યસાચી દત્તા પર, ઈડીએ કડક પકડ બનાવી, કલકતા સહિત 11 સ્થળોએ દરોડા પાડ્યા
કલકતા, નવી દિલ્હી, 31 જુલાઈ (હિ.સ.) ધરપકડ કરાયેલા તૃણમૂલ કોંગ્રેસના નેતા, ભૂતપૂર્વ ધારાસભ્ય અને પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મેયર સબ્યસાચી દત્તાની મુશ્કેલીઓ વધતી જ જાય છે. રાજ્ય પોલીસની કાર્યવાહી બાદ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ, પણ તેમની સામે તપા
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)


કલકતા, નવી દિલ્હી, 31 જુલાઈ (હિ.સ.) ધરપકડ કરાયેલા તૃણમૂલ કોંગ્રેસના નેતા, ભૂતપૂર્વ ધારાસભ્ય અને પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મેયર સબ્યસાચી દત્તાની મુશ્કેલીઓ વધતી જ જાય છે. રાજ્ય પોલીસની કાર્યવાહી બાદ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ, પણ તેમની સામે તપાસ તેજ કરી છે. શુક્રવારે સવારે, ઈડી એ પાર્ક સ્ટ્રીટ, ખિદિરપુર અને કલકતાના અન્ય વિસ્તારો સહિત 11 સ્થળોએ એક સાથે દરોડા પાડ્યા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈડી ની કાર્યવાહી સબ્યસાચી દત્તા અને તેમના નજીકના સહયોગીઓ સાથે જોડાયેલા સ્થળો પર કરવામાં આવી રહી છે. એજન્સી નાણાકીય વ્યવહારો અને ગેરકાયદેસર સંપત્તિ સંબંધિત દસ્તાવેજોની તપાસ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે, 8 જૂનના રોજ, બિધાનનગર ઉત્તર પોલીસ સ્ટેશને સબ્યસાચી દત્તાની ખંડણીના આરોપમાં ધરપકડ કરી હતી. તેમની ધરપકડ બાદ, પોલીસે અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન, રાજારહાટમાં તેમના ફ્લેટ અને બેંક લોકરમાંથી આશરે સાડા ત્રણ કિલો સોનું મળી આવ્યું હતું.

પોલીસનો દાવો છે કે, તપાસમાં એવા સંકેતો મળ્યા છે કે, ખંડણીના પૈસાનો ઉપયોગ કરીને સોનું ખરીદવામાં આવ્યું હતું. અગાઉ, પોલીસે સબ્યસાચી દત્તા અને તેમની પત્ની ઇન્દ્રાણી દત્તાના, પાંચ બેંક ખાતા ફ્રીઝ કર્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, આ ખાતાઓ, ફિક્સ્ડ ડિપોઝિટ અને રોકડમાંથી કુલ આશરે ₹3.70 કરોડ જપ્ત કરવામાં આવ્યા છે.

તપાસ એજન્સીઓ બિધાનનગરના ભૂતપૂર્વ મેયરની સંપત્તિ અને સંપત્તિના સ્ત્રોતની પણ તપાસ કરી રહી છે. આ સંદર્ભમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ દસ્તાવેજો એકત્રિત કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી છે.

જૂનમાં, પોલીસે સબ્યસાચી દત્તાના નજીકના સહયોગી તૃણમૂલ નેતા ટીના ભૌમિક સાહાના કરીમપુર ઘરમાંથી મોટી માત્રામાં સોનું જપ્ત કર્યું હતું. દરમિયાન, સોલ્ટ લેકના એઈ બ્લોકમાં એક ઘરના વૃદ્ધ માલિકે આરોપ લગાવ્યો હતો કે, સબ્યસાચી દત્તાએ તેમની પાસેથી ₹46 લાખની ખંડણી લીધી હતી.

ઈડી સૂત્રોના જણાવ્યા અનુસાર, એજન્સીએ હાલમાં પોલીસ દ્વારા દાખલ કરાયેલી એફઆઈઆર ના આધારે દસ્તાવેજો એકત્રિત કર્યા છે. જોકે, મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં ઈડી દ્વારા હજુ સુધી એક અલગ એન્ફોર્સમેન્ટ કેસ ઇન્ફર્મેશન રિપોર્ટ (ઈસીઆઈઆર) દાખલ કરવામાં આવ્યો નથી. તપાસ ચાલુ છે.

હિન્દુસ્થાન સમાચાર / ઓમ પરાશર / અમરેશ દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande