
નવી દિલ્હી, 31 જુલાઈ (હિ.સ.) મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર (પીએમઆરબી)-2026 માટે ઓનલાઈન નોમિનેશનની અંતિમ તારીખ 31 જુલાઈથી વધારીને 15 ઓગસ્ટ કરી દીધી છે.
મહિલા બાળ વિકાસ મંત્રાલય દ્વારા શુક્રવારે જાહેર કરાયેલી માહિતી અનુસાર, પુરસ્કાર માટેની નોમિનેશન પ્રક્રિયા 1 એપ્રિલથી રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલના માધ્યમથી ચાલી રહી છે. ઈચ્છુક ઉમેદવારો, સ્વયં નોમિનેશન કરનારા બાળકો તથા કોઈપણ નાગરિક પોતાની ભલામણ ફક્ત ઓનલાઈન માધ્યમથી રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ પર નોંધાવી શકે છે.
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર તે બાળકોને પ્રદાન કરવામાં આવે છે. જેમણે વીરતા, સમાજ સેવા, પર્યાવરણ, રમતગમત, કલા અને સંસ્કૃતિ તથા વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં અસાધારણ સિદ્ધિ હાંસલ કરી હોય.
પુરસ્કાર માટે તે જ બાળકો પાત્ર છે, જેઓ ભારતના નાગરિક હોય, ભારતમાં નિવાસ કરતા હોય તથા 31 જુલાઈ 2026ની સ્થિતિએ તેમની ઉંમર 5 વર્ષથી વધુ અને 18 વર્ષથી ઓછી હોય.
મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે પાત્ર બાળકો અને નાગરિકોને, 15 ઓગસ્ટ સુધીમાં રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ પર ઓનલાઈન નોમિનેશન કરવા અપીલ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ