મહારાષ્ટ્રના ભિવંડીમાં ઇમારત ધરાશાયી, નવના મોત, કેટલાક લોકો કાટમાળમાં ફસાયા હોવાની આશંકા
મુંબઈ, નવી દિલ્હી, 31 જુલાઈ, (હિ.સ.). મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં આવેલા ભિવંડીના બાલાજી નગર-ગંગારામવાડીમાં આવેલી ચાર માળની ઇમારત (કોહિનૂર એપાર્ટમેન્ટ) ગત રાત્રિએ અચાનક ધરાશાયી થતાં અત્યાર સુધીમાં નવ લોકોના મોત થયા છે. ઘણા લોકો કાટમાળમાં ફસાયા હોવાન
બચાવ કાર્ય કરતા કર્મચારીઓ


મુંબઈ, નવી દિલ્હી, 31 જુલાઈ, (હિ.સ.). મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં આવેલા ભિવંડીના બાલાજી નગર-ગંગારામવાડીમાં આવેલી ચાર માળની ઇમારત (કોહિનૂર એપાર્ટમેન્ટ) ગત રાત્રિએ અચાનક ધરાશાયી થતાં અત્યાર સુધીમાં નવ લોકોના મોત થયા છે. ઘણા લોકો કાટમાળમાં ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

થાણે જિલ્લાના ઉપ જિલ્લાધિકારી સંદીપ માનેએ શુક્રવારે જણાવ્યું કે, તમામ મૃતદેહોની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. મૃતદેહોને ઇન્દિરા ગાંધી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. કાટમાળમાં ફસાયેલા અન્ય લોકોની શોધખોળ ચાલી રહી છે.

જણાવવામાં આવ્યું છે કે, મહાનગરપાલિકાના અગ્નિશમન દળને સાંકડી ગલીઓના કારણે રાહત કાર્ય શરૂ કરવામાં મુશ્કેલી પડી. જેસીબીની મદદથી પહેલા રસ્તામાં આવેલી એક જૂની ચાલને હટાવવામાં આવી, જેના પછી બચાવ અભિયાન શરૂ થઈ શક્યું. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ), થાણે ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (ટીડીઆરએફ)ની ટીમો મોડેથી ઘટનાસ્થળે પહોંચી અને સ્થાનિક ફાયર બ્રિગેડ સાથે અનેક એજન્સીઓ સાથે મળીને રાહત અને બચાવ કાર્ય કરી રહી છે. ઘટનાસ્થળે એક ડોગ સ્ક્વોડ, ચાર ફાયર એન્જિન, બે એમ્બ્યુલન્સ અને ભારે અર્થ-મૂવિંગ મશીનરી તૈનાત કરવામાં આવી છે.

ભિવંડી નગર નિગમના સહાયક આયુક્ત અરવિંદ ઘોઘરેએ જણાવ્યું કે, કોહિનૂર એપાર્ટમેન્ટનું નિર્માણ ૨૦૧૨માં થયું હતું. આ ઇમારતને પહેલાથી જ ખતરનાક જાહેર કરવામાં આવી હતી અને મહાનગરપાલિકાએ નોટિસ પણ જારી કરી હતી. ઇમારતના એક વિંગના ભોંયતળિયે ક્ષતિગ્રસ્ત પિલરોનું સમારકામ ચાલી રહ્યું હતું. ગુરુવારે સાંજે લગભગ છ વાગ્યે ઇમારતમાં તિરાડો દેખાવા લાગી અને રાત્રે આઠ વાગ્યે તેના ઝૂકવાની સૂચના મળતા, તેઓ પોતાની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા અને ઇમારતને ખાલી કરાવી લેવામાં આવી. પરંતુ, બધા લોકો બહાર ન નીકળ્યા. મોડી રાત્રે ઇમારત ધડામ દઈને પડી ગઈ. ઘટનાસ્થળે ભિવંડી નગર નિગમના કર્મચારીઓ રાહત અને બચાવ કાર્યમાં સહયોગ કરી રહ્યા છે.

સ્થાનિક ધારાસભ્ય મહેશ ચૌઘુલેએ જણાવ્યું કે, ઘટનાસ્થળે એનડીઆરએફ, ટીડીઆરએફ અને ફાયર બ્રિગેડની ટીમો સંયુક્ત રીતે રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે અને કાટમાળમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા એ સર્વોચ્ચ પ્રાથમિકતા છે. અરવિંદ ગુપ્તાએ જણાવ્યું કે, ઇમારત ધરાશાયી થવા દરમિયાન તેઓ અને તેમની પત્ની બહાર નીકળવામાં સફળ રહ્યા, જ્યારે તેમની પુત્રી કોમલ કાટમાળમાં દબાઈ ગઈ. હજુ સુધી કોમલનો પત્તો લાગી શક્યો નથી, જેના કારણે આખો પરિવાર ચિંતિત છે.

ભિવંડી નગર નિગમના મેયર નારાયણ ચૌધરીએ જણાવ્યું કે, પ્રભાવિત પરિવારો માટે નજીકના સામુદાયિક ભવનો અને શાળાઓમાં અસ્થાયી આવાસની વ્યવસ્થા કરવામાં આવી છે. નગર નિગમે શહેરની અન્ય ખતરનાક ઇમારતોને ખાલી કરાવવાની પ્રક્રિયા ઝડપી બનાવી દીધી છે.

હિન્દુસ્થાન સમાચાર / રાજબહાદુર યાદવ / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande