
નવી દિલ્હી, 04 જુલાઈ (હિ.સ.) ભારત અને ઇઝરાઇલ વચ્ચેનો દ્વિપક્ષીય રોકાણ કરાર (બીઆઇએ) શનિવારથી અમલમાં આવી ગયો છે. ભારત અને ઇઝરાઇલની સરકારે, 8 સપ્ટેમ્બર 2025ના રોજ નવી દિલ્હીમાં બીઆઇએ પર હસ્તાક્ષર કર્યા હતા.
વિત્ત મંત્રાલયે શનિવારે એક નિવેદનમાં જણાવ્યું કે, ભારત અને ઇઝરાઇલની સરકાર વચ્ચે 8 સપ્ટેમ્બર 2025ના રોજ નવી દિલ્હીમાં હસ્તાક્ષરિત દ્વિપક્ષીય રોકાણ કરાર 4 જુલાઈથી અમલમાં આવી ગયો છે. બીઆઇએથી સરહદપાર રોકાણમાં વધારો થવાની અને ભારત તથા ઇઝરાઇલ વચ્ચેની આર્થિક ભાગીદારી વધુ ગાઢ થવાની અપેક્ષા છે.
મંત્રાલયે કહ્યું કે, બીઆઇએ દ્વિપક્ષીય આર્થિક સંબંધોને મજબૂત કરવાની અને સુરક્ષિત તથા અનુમાનપાત્ર રોકાણ વાતાવરણ સુનિશ્ચિત કરવાની દિશામાં એક ઐતિહાસિક પગલું છે. આ ઐતિહાસિક કરારનો હેતુ બંને દેશો વચ્ચે સુરક્ષિત રોકાણનું વાતાવરણ ઊભું કરવું અને સરહદપાર રોકાણને પ્રોત્સાહન આપવું છે, જેથી દ્વિપક્ષીય આર્થિક ભાગીદારી વધુ ગાઢ થશે.
વિત્ત મંત્રાલયે જણાવ્યું કે, બીઆઇએ રોકાણ અને રોકાણકારોના રોકાણની સુરક્ષા માટે મજબૂત છે, તેમજ કાયદેસર જાહેર નીતિના હેતુઓને અનુરૂપ સંપ્રભુ નીતિ-સ્થળ જાળવવા માટે પૂરતું લવચીક પણ છે. તે આંતરરાષ્ટ્રીય રોકાણ કાયદાના આધુનિક સિદ્ધાંતો અને વિકસતા ન્યાયશાસ્ત્રને પ્રતિબિંબિત કરે છે.
ભારત-ઇઝરાઇલ દ્વિપક્ષીય રોકાણ કરારની સંપૂર્ણ નકલ, વિત્ત મંત્રાલયના આર્થિક કાર્ય વિભાગની વેબસાઇટ પર ઉપલબ્ધ છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ