પ્રધાનમંત્રીએ, દેશના પ્રથમ ગ્રીનફિલ્ડ એકીકૃત રિફાઇનરી-કમ-પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સને રાષ્ટ્રને સમર્પિત કર્યો
જયપુર, નવી દિલ્હી, 04 જુલાઈ (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે બાડમેરના પચપદરામાં દેશની પ્રથમ ગ્રીનફિલ્ડ એકીકૃત રિફાઇનરી-કમ-પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સને રાષ્ટ્રને સમર્પિત કર્યો. સાથે જ, જયપુર મેટ્રો ફેઝ-2 સહિત 1 લાખ 5 હજાર કરોડ રૂપિયાના વિકા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી


જયપુર, નવી દિલ્હી, 04 જુલાઈ (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે બાડમેરના પચપદરામાં દેશની પ્રથમ ગ્રીનફિલ્ડ એકીકૃત રિફાઇનરી-કમ-પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સને રાષ્ટ્રને સમર્પિત કર્યો. સાથે જ, જયપુર મેટ્રો ફેઝ-2 સહિત 1 લાખ 5 હજાર કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ પણ કર્યું. આ પ્રસંગે તેમણે એલપીજી ટેન્કરોને લીલી ઝંડી બતાવી રવાના કર્યા. સમારોહ દરમિયાન તેમણે રાજ્ય સેવામાં નવનિયુક્ત યુવાઓને અભિનંદન પત્ર પણ સોંપ્યા.

આ પ્રસંગે જનસભાને સંબોધિત કરતાં તેમણે તેલના સંકટનો ઉલ્લેખ કરતા કહ્યું કે, પશ્ચિમ એશિયામાં યુદ્ધને કારણે આખી દુનિયામાં હાહાકાર મચ્યો છે. દરેક દેશ ત્રસ્ત છે, આ યુદ્ધે 21મી સદીના સૌથી મોટા ઊર્જા સંકટને જન્મ આપ્યો. મોટા-મોટા દેશો આજે ઈંધણની કમીથી ઝઝૂમી રહ્યા છે, 21મી સદીના સૌથી મોટા ઊર્જા સંકટ પર ભારતના પ્રયાસો ભારે પડ્યા છે. ભારતે દરેક સ્તરે યોગ્ય નિર્ણયો લીધા. સંકટનો સમયસર સચોટ આકલન કર્યો, અસરકારક રણનીતિ બનાવી. ભારતના સંસાધનોનો યોગ્ય ઉપયોગ કર્યો, ત્યારે જઈને ભારત સંકટમાંથી બહાર આવી શક્યું છે.

રાજસ્થાન રિફાઇનરીના લોકાર્પણ પર પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, રાજસ્થાનની આ ધરતી પરથી ભારતે આત્મનિર્ભર બનવાની દિશામાં ખૂબ મોટું પગલું ભર્યું છે. આ રિફાઇનરી અહીં હજારો લોકોના રોજગારનું માધ્યમ બનશે. આજનો દિવસ સાક્ષી છે કે ભાજપ સરકારો યોજનાઓને માત્ર શિલાન્યાસ કરીને છોડી દેતી નથી. અમે આવી યોજનાઓને પૂર્ણ કરવા માટે દિવસ-રાત એક કરી દઈએ છીએ. બે મહિના પહેલા અહીં જે દુર્ઘટના થઈ હતી, તેના પછી આટલી ઝડપથી કામ પૂર્ણ કરી લેવું પરિશ્રમની પરાકાષ્ઠાનું ઉદાહરણ છે. નવું ભારત પોતાના સંકલ્પથી ન પાછળ હટે છે અને ન પોતાની ગતિ ઓછી કરે છે.

આ પહેલાં તેમણે રિફાઇનરીના મેન કંટ્રોલ યુનિટનું અવલોકન કરીને શુદ્ધિકરણ પ્રક્રિયા, ટેકનિકો અને ઉત્પાદનોની માહિતી લીધી અને યુવા કર્મચારીઓ સાથે સંવાદ કર્યો. તેમણે શ્રમિકો સાથે વાતચીત કરીને તેમની સાથે તસવીરો પણ ખેંચાવી. પ્રધાનમંત્રીએ 'એક પેડ મા કે નામ' અભિયાન હેઠળ રિફાઇનરી પરિસરમાં ખેજડીનું રોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પણ આપ્યો. આ પ્રસંગે રાજ્યપાલ હરિભાઉ કિસનરાવ બાગડે, મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરી, ઉપમુખ્યમંત્રી દિયા કુમારી, ડૉ. પ્રેમચંદ બૈરવા સહિત મંત્રીઓ, જનપ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં સામાન્ય નાગરિકો ઉપસ્થિત રહ્યા.

હિન્દુસ્થાન સમાચાર / સંદીપ / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande