પ્રધાનમંત્રીએ, જોધપુર એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું
જોધપુર, નવી દિલ્હી, 04 જુલાઈ (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, શનિવારે સવારે જોધપુર પહોંચ્યા. જોધપુર એરપોર્ટ પર નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યા પછી, તેઓ એરફોર્સ સ્ટેશનથી સીધા બાલોતરાના પચપદરા માટે રવાના થયા. બપોરે, તેઓ પચપદરા રિફાઇનરીનું ઉદ્ઘાટન ક
નમો


જોધપુર, નવી દિલ્હી, 04 જુલાઈ (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, શનિવારે સવારે જોધપુર પહોંચ્યા. જોધપુર એરપોર્ટ પર નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યા પછી, તેઓ એરફોર્સ સ્ટેશનથી સીધા બાલોતરાના પચપદરા માટે રવાના થયા. બપોરે, તેઓ પચપદરા રિફાઇનરીનું ઉદ્ઘાટન કરશે અને જયપુર મેટ્રો ફેઝ-2 સહિત અનેક પ્રોજેક્ટ્સનું અનાવરણ કરશે.

નિર્ધારિત સમયપત્રક મુજબ, પ્રધાનમંત્રી મોદી આજે સવારે 11:15 વાગ્યે જોધપુર પહોંચ્યા. તેમણે શહેરના બહુપ્રતિક્ષિત નવા એરપોર્ટ ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રીએ એરપોર્ટ પરિસરમાં, એલઇડી સ્ક્રીન દ્વારા રિમોટલી બટન દબાવીને, નવા એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું. સમારોહ દરમિયાન પ્રાદેશિક હવાઈ જોડાણ યોજના, ઉડાન -2 પણ શરૂ કરવામાં આવી. ત્યારબાદ તેઓ બાલોતરા જિલ્લાના પચપદરા માં એચપીસીએલ રાજસ્થાન રિફાઇનરીમાં એક કાર્યક્રમ માટે હેલિકોપ્ટર દ્વારા રવાના થયા.

હિન્દુસ્થાન સમાચાર / સતીશ / સંદીપ / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande