રાજૌરીમાં એલઓસી નજીક પેટ્રોલિંગ દરમિયાન, માઇન બ્લાસ્ટમાં ભારતીય સેનાના નાયબ સુબેદાર ઘાયલ
રાજૌરી, નવી દિલ્હી, 04 જુલાઈ (હિ.સ.) રાજૌરી જિલ્લાના નૌશહેરાના ઝાંગર સેક્ટરમાં એલઓસી નજીક પેટ્રોલિંગ દરમિયાન થયેલા માઇન બ્લાસ્ટમાં ભારતીય સેના ની 14 આસામ યુનિટના નાયબ સુબેદાર હિતેશ્વર ગોગોઈ ઘાયલ થયા છે. તેમને પ્રાથમિક સારવાર બાદ કમાન્ડ હોસ્પિટલ, ઉધ
રાજૌરીમાં એલઓસી નજીક પેટ્રોલિંગ દરમિયાન, માઇન બ્લાસ્ટમાં ભારતીય સેનાના નાયબ સુબેદાર ઘાયલ


રાજૌરી, નવી દિલ્હી, 04 જુલાઈ (હિ.સ.) રાજૌરી જિલ્લાના નૌશહેરાના ઝાંગર સેક્ટરમાં એલઓસી નજીક પેટ્રોલિંગ દરમિયાન થયેલા માઇન બ્લાસ્ટમાં ભારતીય સેના ની 14 આસામ યુનિટના નાયબ સુબેદાર હિતેશ્વર ગોગોઈ ઘાયલ થયા છે. તેમને પ્રાથમિક સારવાર બાદ કમાન્ડ હોસ્પિટલ, ઉધમપુર રિફર કરવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર, સેનાની ટીમ ઝાંગરના અગ્રિમ વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ અને વિસ્તારમાં નજર રાખવાનું કામ કરી રહી હતી. એ દરમિયાન અચાનક જોરદાર વિસ્ફોટ થયો. તેમાં નાયબ સુબેદાર હિતેશ્વર ઘાયલ થયા. વિસ્ફોટ બાદ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી અને સેનાએ તાત્કાલિક સમગ્ર વિસ્તારને ઘેરીને તલાશી અભિયાન શરૂ કરી દીધું.

સેના અધિકારીઓએ જણાવ્યું કે, ઘાયલ અધિકારીને પહેલાં નજીકના સૈનિક તબીબી કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને કમાન્ડ હોસ્પિટલ, ઉધમપુર મોકલવામાં આવ્યા. હાલ તેમની સ્થિતિ સ્થિર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. નિષ્ણાત ડોક્ટરોની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી રહી છે.

મળતી માહિતી મુજબ આ વિસ્ફોટ જૂની લેન્ડમાઇન અથવા પેટ્રોલિંગ માર્ગમાં હાજર વિસ્ફોટક સામગ્રીના કારણે થયો હોઈ શકે છે. સુરક્ષા એજન્સીઓ સમગ્ર વિસ્તારની તપાસ કરી રહી છે, જેથી અન્ય કોઈ સંભવિત જોખમને સમયસર નિષ્ક્રિય કરી શકાય.

ઉલ્લેખનીય છે કે, નિયંત્રણ રેખા સાથે જોડાયેલા રાજૌરી અને નૌશહેરા સેક્ટરમાં વરસાદી મોસમ દરમિયાન ઘણી વખત જૂની બારૂદી સુરંગો ખસી જાય છે. આ કારણે જવાનો માટે જોખમ વધી જાય છે.

હિંદુસ્થાન સમાચાર / બલવાન સિંહ / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande