રામ મંદિરના ચઢાવા ચોરી મામલાના દોષીઓ સામે, કડક કાર્યવાહીઃ આલોક કુમાર
-સૌરવ રાય નવી દિલ્હી, 04 જુલાઈ (હિ.સ.) વિશ્વ હિંદુ પરિષદ (વિહિપ)ના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ આલોક કુમારે જણાવ્યું છે કે, અયોધ્યાના રામ જન્મભૂમિ મંદિર ખાતે ચઢાવા ચોરીના મામલે નિષ્પક્ષ તપાસ કરાવીને દોષીઓ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. આલોક કુમારે હિન્દુ
રામ મંદિરના ચઢાવા ચોરી મામલાના દોષીઓ સામે, કડક કાર્યવાહીઃ આલોક કુમાર


-સૌરવ રાય

નવી દિલ્હી, 04 જુલાઈ (હિ.સ.) વિશ્વ હિંદુ પરિષદ (વિહિપ)ના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ આલોક કુમારે જણાવ્યું છે કે, અયોધ્યાના રામ જન્મભૂમિ મંદિર ખાતે ચઢાવા ચોરીના મામલે નિષ્પક્ષ તપાસ કરાવીને દોષીઓ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.

આલોક કુમારે હિન્દુસ્થાન સમાચાર સાથેની વાતચીતમાં કહ્યું કે, આ ઘટનાએ સમગ્ર હિંદુ સમાજને ઊંડો આઘાત પહોંચાડ્યો છે અને સંગઠન શરૂઆતથી જ નિષ્પક્ષ તપાસ તથા દોષીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરતું આવ્યું છે.

તેમણે સ્પષ્ટ કર્યું કે, ઘટનાની જાણ થતાં જ સંગઠને એફઆઈઆર નોંધવાની, અનુભવી અધિકારીઓ દ્વારા તપાસ કરાવવાની અને મામલાની સુનાવણી, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કરાવવાની માંગ કરી હતી, જેથી વહેલી તકે સચ્ચાઈ સામે આવી શકે.

ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાવને બચાવવાના આરોપો અંગે વિહિપ અધ્યક્ષે સ્પષ્ટ કર્યું કે સંગઠન કોઈપણ વ્યક્તિને બચાવવાના પક્ષમાં નથી. તેમનું કહેવું હતું કે જેમ-જેમ વ્યક્તિઓ પર આરોપ લાગ્યા છે, તેમ-તેમ તમામની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને જો કોઈએ સજ્ઞેય અપરાધ કર્યો હોય તો કાયદા અનુસાર તેની સામે કાર્યવાહી થવી જોઈએ.

મંદિરની વ્યવસ્થા પર ઉઠી રહેલા પ્રશ્નો વચ્ચે આલોક કુમારે સ્વીકાર્યું કે ભવિષ્યમાં આવી ઘટનાઓની પુનરાવર્તન અટકાવવા માટે મજબૂત વહીવટી અને તકનીકી વ્યવસ્થા જરૂરી છે.

તેમણે વધુમાં સ્પષ્ટ કર્યું કે, મંદિરનું સંચાલન શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ન્યાસ કરે છે. તેમનો સૂચન છે કે, આધુનિક સુરક્ષા પ્રણાલી, પારદર્શક પ્રક્રિયાઓ અને અનુભવી વહીવટી અધિકારીઓની નિમણૂક જેવા પગલાં લેવાં જોઈએ જેથી ચઢાવાનો એક-એક રૂપિયા સુરક્ષિત રહે.

ચંપત રાયના કથિત નિવેદનો અને તેમના પર લાગેલા આરોપો અંગે, વિહિપે સંયમિત વલણ અપનાવ્યું.

વિહિપે કહ્યું કે, મીડિયા રિપોર્ટોના આધારે નિષ્કર્ષ કાઢવો યોગ્ય નથી અને તપાસ પૂર્ણ થાય તે પહેલાં કોઈની સામે સંગઠનાત્મક કાર્યવાહી કરવી ઉતાવળ ગણાશે. તેમણે વધુમાં દોહરાવ્યું કે, જો તપાસમાં કોઈની બેદરકારી અથવા અપરાધ સાબિત થાય તો તેને કોઈપણ સ્થિતિમાં માફ કરવો જોઈએ નહીં.

ન્યાસ ભંગ કરવાની માંગ અંગે વિહિપનો મત છે કે, કેટલાક વ્યક્તિઓ પર લાગેલા આરોપોના આધારે સમગ્ર ન્યાસને ભંગ કરી દેવું યોગ્ય નહીં થાય. સંગઠનનું કહેવું છે કે, અન્ય ન્યાસી પ્રતિષ્ઠિત સંતો અને સન્માનિત વ્યક્તિઓ છે.

આલોક કુમારે કહ્યું કે, કરોડો રામભક્તોનો વિશ્વાસ જાળવી રાખવાનો એકમાત્ર રસ્તો એ જ છે કે, તપાસ સંપૂર્ણ પારદર્શિતાથી થાય, દોષીઓને સજા મળે અને ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે અચૂક વ્યવસ્થા લાગુ કરવામાં આવે.

હિન્દુસ્થાન સમાચાર / સૌરવ રાય / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande