6, 721 અમરનાથ યાત્રાળુઓનો ચોથો જથ્થો જમ્મુથી રવાના થયો, 87 વિદેશી નાગરિકોનો સમાવેશ
જમ્મુ, નવી દિલ્હી, 5 જુલાઈ (હિ.સ.) અમરનાથ યાત્રાળુઓની ચોથી ટુકડી આજે વહેલી સવારે જમ્મુના ભગવતી નગર યાત્રી નિવાસથી બે બેઝ કેમ્પ માટે રવાના થઈ હતી. આ દરમિયાન સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે. 2, 590 યાત્રાળુઓએ ટૂંકો બાલટાલ માર્ગ પસંદ કર્યો જ્યાર
अमरनाथ यात्रा का चौथा जत्था 6,721 तीर्थयात्रियों के साथ जम्मू से रवाना, काफिले में 87 विदेशी नागरिक भी शामिल


જમ્મુ, નવી દિલ્હી, 5 જુલાઈ (હિ.સ.) અમરનાથ યાત્રાળુઓની ચોથી ટુકડી આજે વહેલી સવારે જમ્મુના ભગવતી નગર યાત્રી નિવાસથી બે બેઝ કેમ્પ માટે રવાના થઈ હતી. આ દરમિયાન સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે. 2, 590 યાત્રાળુઓએ ટૂંકો બાલટાલ માર્ગ પસંદ કર્યો જ્યારે 4,131 યાત્રાળુઓએ પરંપરાગત પહેલગામ માર્ગ પસંદ કર્યો. આ જૂથમાં 4,576 પુરુષ યાત્રાળુઓ, 1,310 મહિલાઓ, 22 બાળકો, 572 સાધુઓ, 154 સાધવીઓ, 38 વિદેશી પુરુષ ભક્તો અને 49 વિદેશી મહિલા ભક્તોનો સમાવેશ થાય છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, 152 વાહનો (50 બસો, 12 મધ્યમ મોટર વાહનો અને 90 હળવા મોટર વાહનો) નો બાલટાલ જવાનો કાફલો સવારે 3.15 વાગ્યે ભગવતી નગરથી રવાના થયો હતો. 139 વાહનો (84 બસો, 25 મધ્યમ મોટર વાહનો અને 30 હળવા મોટર વાહનો) નો પહેલગામ જવાનો કાફલો સવારે 3.45 વાગ્યે રવાના થયો હતો.

વાર્ષિક યાત્રા બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા હેઠળ યોજવામાં આવી રહી છે. નાગરિક વહીવટીતંત્ર, પોલીસ, સુરક્ષા દળો અને શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડે યાત્રાના સલામત અને સરળ સંચાલન માટે સંયુક્ત વ્યવસ્થા કરી છે.

હિન્દુસ્થાન સમાચાર /બલવાન સિંહ/મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande