
ડોડા, 6 જુલાઈ (હિ.સ.) : જમ્મુ-કાશ્મીરના ડોડા-કિશ્તવાડમાં ભારે વરસાદને કારણે ડોડાના પ્રેમ નગરમાં ભૂસ્ખલન થયું છે. ભૂસ્ખલનથી અનેક વાહનોને નુકસાન થયું છે. વહીવટીતંત્રે ડોડા-કિશ્તવાડ રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ કરી દીધો છે. વરસાદ અને ભૂસ્ખલનને કારણે મચૈલ માતાની વાર્ષિક યાત્રા પણ અટકી ગઈ છે.
ડોડા અને કિશ્તવાડ જિલ્લા વહીવટીતંત્રે એડવાઇઝરી જારી કરી છે. લોકોને બિનજરૂરી મુસાફરી ન કરવા અને પૂર, ગટર અને ભૂસ્ખલનની સંભાવના ધરાવતા સ્થળોથી દૂર રહેવા કહેવામાં આવ્યું છે. આ કારણે મચૈલ યાત્રા પણ અટકાવી દેવામાં આવી છે. આવેેલ મુસાફરોને ડોડા અથવા કિશ્તવાડ અથવા જમ્મુમાં ટ્રાફિક કંટ્રોલ રૂમમાંથી સંપૂર્ણ માહિતી મળ્યા પછી જ નિર્ણય લેવાની અપીલ કરવામાં આવી છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર રસ્તાની મરામતની કામગીરી ચાલી રહી છે. વહીવટીતંત્રે નાગરિકોને સતર્ક રહેવાની, અફવાઓ ન ફેલાવવાની અથવા તેના પર વિશ્વાસ ન કરવાની અને માત્ર સત્તાવાર માહિતી પર આધાર રાખવાની સલાહ આપી છે. માચૈલ માતા એ મા દુર્ગાનો અવતાર છે. માતાનું મંદિર કિશ્તવાડ જિલ્લાની પદ્દાર ખીણમાં મચૈલ ગામમાં ચેનાબ નદીની ઉપનદીઓ નજીક આવેલું છે.
હિન્દુસ્થાન સમાચાર/બલવાન સિંહ/મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ