આસામ પૂર: ગૌતમ અદાણીએ મુખ્યમંત્રી રાહત કોષમાં 11 કરોડ આપ્યા
ગૌહાટી, નવી દિલ્હી, 01 ઓગસ્ટ (હિ.સ.). આસામમાં આવેલા વિનાશકારી પૂરથી પ્રભાવિત લોકોની મદદ માટે આખો દેશ એકજૂટ થઈને આગળ આવી રહ્યો છે. આ માહિતી મુખ્યમંત્રી ડૉ. હિમંત બિસ્વ સરમાએ, સોશિયલ મીડિયા દ્વારા શેર કરી છે. આ કડીમાં, દેશના અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદા
આસામના મુખ્યમંત્રી ડૉ. હિમંત બિસ્વ સરમાને ચેક અર્પણ કરતા સ્થાનિક ધારાસભ્ય


ગૌહાટી, નવી દિલ્હી, 01 ઓગસ્ટ (હિ.સ.). આસામમાં આવેલા વિનાશકારી પૂરથી પ્રભાવિત લોકોની મદદ માટે આખો દેશ એકજૂટ થઈને આગળ આવી રહ્યો છે. આ માહિતી મુખ્યમંત્રી ડૉ. હિમંત બિસ્વ સરમાએ, સોશિયલ મીડિયા દ્વારા શેર કરી છે. આ કડીમાં, દેશના અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણી દ્વારા પૂર પીડિતોની મદદ માટે આપવામાં આવેલા દાનનો મુખ્યમંત્રીએ ઉલ્લેખ કર્યો છે.

મુખ્યમંત્રીએ કહ્યું છે કે, આસામના પૂર પીડિત લોકોની મદદ માટે ગૌતમ અદાણીએ મુખ્યમંત્રીના સહાયતા કોષમાં 11 કરોડ રૂપિયાનું દાન આપ્યું, આ સમાચાર મને અચાનક મળ્યા. હંમેશા પ્રચારથી દૂર રહીને ચૂપચાપ કામ કરનારા અદાણીએ, આ વખતે પણ માત્ર આર્થિક મદદ પૂરતા સીમિત ન રહીને, પૂર પીડિત હજારો પરિવારો સુધી સમયસર મદદ પહોંચાડવા માટે વિવિધ માધ્યમોથી સંપત્તિ એકત્રિત કરવાની દિશામાં પણ ચૂપચાપ કામ કર્યું છે.

તેમણે કહ્યું છે કે, આસામના વિકાસની યાત્રામાં રોકાણ કરવાના મામલે તેમણે જે વિશ્વાસ અને સાહસ બતાવ્યું છે, આજે પણ સંકટના આ સમયમાં આસામના સામાન્ય લોકો પ્રત્યે તે જ જવાબદારી અને સહાનુભૂતિ બતાવી રહ્યા છે. આસામના મુશ્કેલ સમયમાં સામાન્ય લોકોની સાથે ઊભા રહેવાના આ માનવીય પગલા માટે હું તેમનો હૃદયપૂર્વક આભારી છું.

મુખ્યમંત્રી ડૉ. હિમંત બિસ્વ સરમાએ કહ્યું છે કે, મુખ્યમંત્રી રાહત કોષમાં મદદને લઈને સમાજના વિવિધ સ્તરોમાંથી મદદનો સિલસિલો ચાલુ છે. આ મદદના દરેક યોગદાનનો ઉપયોગ સંપૂર્ણ પારદર્શિતા, ઇમાનદારી અને જવાબદારી સાથે જરૂરિયાતમંદ લોકોના જીવનને ફરીથી સુધારવામાં કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / અરવિંદ રાય / અમરેશ દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande