પહેલી ઓગસ્ટથી કોમર્શિયલ સિલિન્ડર સસ્તો થયો, દિલ્હીમાં 202 અને કોલકતામાં 209નો ઘટાડો
નવી દિલ્હી, 01 ઓગસ્ટ (હિ.સ.). ઓગસ્ટ મહિનાની શરૂઆત સામાન્ય લોકોના બદલે હોટેલ, રેસ્ટોરન્ટ, ઢાબા અને અન્ય વ્યાવસાયિક સંસ્થાઓ માટે મોટી રાહત લઈને આવી છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં 200 રૂપિયાથી વધુનો ઘ
કોમર્શિયલ સિલિન્ડર


નવી દિલ્હી, 01 ઓગસ્ટ (હિ.સ.). ઓગસ્ટ મહિનાની શરૂઆત સામાન્ય લોકોના બદલે હોટેલ, રેસ્ટોરન્ટ, ઢાબા અને અન્ય વ્યાવસાયિક સંસ્થાઓ માટે મોટી રાહત લઈને આવી છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં 200 રૂપિયાથી વધુનો ઘટાડો કર્યો છે. નવી કિંમતો એક ઓગસ્ટથી લાગુ થઈ ગઈ છે.

પ્રારંભિક માહિતી અનુસાર, દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 202 રૂપિયા અને કોલકાતામાં 209 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ઘટાડા પછી દિલ્હીમાં તેની નવી કિંમત 2,728 રૂપિયા અને કોલકાતામાં 2,872.50 રૂપિયા થઈ ગઈ છે.

જોકે, 14.2 કિલોગ્રામવાળા ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં આ વખતે પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દિલ્હીમાં ઘરેલુ સિલિન્ડર 942 રૂપિયા, મુંબઈમાં 941.50 રૂપિયા, કોલકાતામાં 968 રૂપિયા અને ચેન્નઈમાં 957.50 રૂપિયામાં ઉપલબ્ધ રહેશે. વિવિધ રાજ્યોમાં સ્થાનિક વેટ અને ટેક્સના કારણે કિંમતોમાં નજીવો તફાવત હોઈ શકે છે.

આ સતત બીજો મહિનો છે, જ્યારે કોમર્શિયલ એલપીજી સિલિન્ડર સસ્તો થયો છે. આ પહેલા એક જુલાઈના રોજ પણ તેની કિંમતમાં 183.50 રૂપિયા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો હતો. વળી, આ વર્ષે જાન્યુઆરીથી જૂન વચ્ચે કોમર્શિયલ સિલિન્ડરના ભાવ સાત વખત વધારવામાં આવ્યા હતા, જેમાં માર્ચમાં બે વખતનો વધારો સામેલ હતો. તે સમયે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને વૈશ્વિક પુરવઠો ખોરવાઈ જવાને કારણે કિંમતો પર દબાણ સર્જાયું હતું.

કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ઉપયોગ મુખ્યત્વે હોટેલ, રેસ્ટોરન્ટ, કેટરિંગ, ઢાબા અને અન્ય વ્યાવસાયિક સંસ્થાઓમાં થાય છે. આવી સ્થિતિમાં, કિંમતોમાં થયેલા આ ઘટાડાથી વેપારીઓની પડતર કિંમત ઓછી થવાની અપેક્ષા છે.

હિન્દુસ્થાન સમાચાર / અમરેશ દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande