લોકમાન્ય ટિળકની પુણ્યતિથિ પર, કેન્દ્રીય મંત્રીઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
નવી દિલ્હી, 01 ઓગસ્ટ (હિ.સ.) મહાન સ્વાતંત્ર્ય સેનાની, પ્રખર રાષ્ટ્રવાદી ચિંતક અને ''સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે'' નો અમર ઉદ્ઘોષ આપનારા લોકમાન્ય બાળ ગંગાધર ટિળકની પુણ્યતિથિ પર શનિવારે, કેન્દ્રીય મંત્રીઓ અને મુખ્યમંત્રીએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ
તિલક


નવી દિલ્હી, 01 ઓગસ્ટ (હિ.સ.) મહાન સ્વાતંત્ર્ય સેનાની, પ્રખર રાષ્ટ્રવાદી ચિંતક અને 'સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે' નો અમર ઉદ્ઘોષ આપનારા લોકમાન્ય બાળ ગંગાધર ટિળકની પુણ્યતિથિ પર શનિવારે, કેન્દ્રીય મંત્રીઓ અને મુખ્યમંત્રીએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને રાષ્ટ્ર પ્રત્યેના તેમના યોગદાનને યાદ કર્યું.

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું કે, લોકમાન્ય ટિળકે જન-જનના મનમાં 'પૂર્ણ સ્વરાજ' નો મંત્ર જાગૃત કરીને બ્રિટિશ શાસન વિરુદ્ધ ક્રાંતિની જ્યોત પ્રજ્વલિત કરી. તેમણે કહ્યું કે, દેશની આઝાદી માટેના તેમના અનોખા પ્રયાસો આવનારી પેઢીઓને રાષ્ટ્રની ઉન્નતિ અને પ્રગતિ માટે પૂરી ક્ષમતા સાથે કાર્ય કરવાની પ્રેરણા આપતા રહેશે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જે.પી. નડ્ડાએ લોકમાન્ય ટિળકને, ભારતીય સ્વાતંત્ર્ય આંદોલનના મહત્વપૂર્ણ સ્તંભ ગણાવતા તેમને નમન કર્યા. તેમણે કહ્યું કે, ટિળકના નિર્ભય વ્યક્તિત્વ, રાષ્ટ્રવાદી પત્રકારત્વ અને જનજાગૃતિના પ્રયાસોએ કરોડો ભારતીયોને સ્વાતંત્ર્ય આંદોલન સાથે જોડ્યા. સ્વદેશી આંદોલન, શિક્ષણના પ્રસાર અને રાષ્ટ્રીય ચેતનાને સશક્ત બનાવવામાં તેમની ભૂમિકા હંમેશા સ્મરણીય રહેશે.

આવાસ અને શહેરી બાબતોના કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટરે ટિળકના પ્રસિદ્ધ ઉદ્ઘોષ સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તેને મેળવીને જ રહીશ ને યાદ કરતા કહ્યું કે, તેમણે સ્વરાષ્ટ્ર, સ્વભાષા અને સ્વસંસ્કૃતિના સન્માન માટે પોતાનું સંપૂર્ણ જીવન સમર્પિત કરી દીધું. તેમનું જીવન અને વિચારો આજે પણ દેશવાસીઓ માટે પ્રેરણાસ્ત્રોત છે.

કેન્દ્રીય કાયદા અને ન્યાય તથા સંસદીય કાર્ય રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભાર) અર્જુન રામ મેઘવાલે લોકમાન્ય ટિળકને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા કહ્યું કે, તેમણે દેશવાસીઓના મનમાં પૂર્ણ સ્વરાજની ભાવના જગાડી અને સ્વાતંત્ર્ય આંદોલનને નવી ઊર્જા પ્રદાન કરી. તેમણે કહ્યું કે, ટિળકનો સંઘર્ષ અને રાષ્ટ્રભક્તિ ભાવિ પેઢીઓને હંમેશા પ્રેરિત કરતો રહેશે.

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ લોકમાન્ય ટિળકની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરતા કહ્યું કે, તેમણે સ્વદેશી, સ્વરાજ અને રાષ્ટ્રીય પુનરુત્થાનની ભાવનાને જન-જન સુધી પહોંચાડી. તેમણે ગણેશ ઉત્સવ અને છત્રપતિ શિવાજી મહારાજ જયંતિને રાષ્ટ્રીય ચેતના, સામાજિક સમરસતા અને જનજાગૃતિનું માધ્યમ બનાવ્યું. તેમની રાષ્ટ્રભક્તિ, સ્વાભિમાન અને સાંસ્કૃતિક અસ્મિતા પ્રત્યેનું સમર્પણ હંમેશા દેશવાસીઓનું માર્ગદર્શન કરતું રહેશે.

આમ આદમી પાર્ટી (આઆપા) ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લોકમાન્ય ટિળકને સ્વાતંત્ર્ય આંદોલનના મહાનાયક ગણાવતા તેમને સાદર નમન કર્યા. તેમણે કહ્યું કે, સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે નો નારો આપીને ટિળકે, આઝાદીના આંદોલનને નવી દિશા આપી અને તેઓ આજે પણ દરેક દેશવાસી માટે પ્રેરણાના સ્ત્રોત છે.

હિન્દુસ્થાન સમાચાર / માધવી ત્રિપાઠી / અમરેશ દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande