આદિપુર GIDC પાછળ જુગારનો અડ્ડો ઝડપાયો: સાત જુગારીઓ ઝડપાયા, રૂ.2.20 લાખનો મુદ્દામાલ કબજે
કચ્છ, 10 ઓગસ્ટ (હિ.સ.) : પૂર્વ કચ્છમાં ગેરકાયદેસર જુગાર અને પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહી અંતર્ગત આદિપુર પોલીસે નોંધપાત્ર સફળતા મેળવી છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે આદિપુર GIDC પાછળ બાવળની ઝાડીઓમાં ગ
આદિપુર જુગાર કેસમાં ઝડપાયેલ આરોપીઓ


કચ્છ, 10 ઓગસ્ટ (હિ.સ.) : પૂર્વ કચ્છમાં ગેરકાયદેસર જુગાર અને પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહી અંતર્ગત આદિપુર પોલીસે નોંધપાત્ર સફળતા મેળવી છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે આદિપુર GIDC પાછળ બાવળની ઝાડીઓમાં ગંજીપાનાથી જુગાર રમતા સાત શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ, ગંજીપાના અને પાંચ મોટરસાયકલ સહિત કુલ રૂ.2,20,400નો મુદ્દામાલ કબજે કર્યો છે.

મળતી માહિતી મુજબ, બોર્ડર રેન્જ ભુજ-કચ્છના પોલીસ મહાનિરીક્ષક ચીરાગ કોરડીયા તથા પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમાર દ્વારા જુગાર અને પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નાબૂદ કરવા માટે પોલીસ તંત્રને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના અનુસંધાને અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.સી. વાળાની સૂચનાથી પોલીસ સ્ટાફ દ્વારા વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

પેટ્રોલિંગ દરમિયાન પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે આદિપુર GIDC પાછળ આવેલી બાવળની ઝાડીઓમાં કેટલાક શખ્સો ગંજીપાનાથી જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચીને દરોડો પાડ્યો હતો. પોલીસની કાર્યવાહીમાં સાવન સોમનાથ નાથબાવા, સંદિપકુમાર કારૂમંડલ કુર્મી, મહેશકુમાર મનિષકુમાર મહંતો, નરેશ રતન મકવાણા, સિપીનકુમાર અનુજરામ કહાર, સુનિલ છગનભાઈ વાલ્મીકી અને કરમવીર જલંઘર મહંતોની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસે સ્થળ પરથી રૂ.20,400 રોકડા, 52 ગંજીપાના અને પાંચ મોટરસાયકલ કબજે કરી હતી. વાહનોની કિંમત રૂ.2 લાખ સહિત કુલ રૂ.2,20,400નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત એક મોટરસાયકલના ચાલક સહિત અન્ય એક આરોપી હજુ પોલીસ પકડથી બહાર હોવાનું જાણવા મળ્યું છે.

આ મામલે આદિપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નંબર 531/2026 હેઠળ જુગાર ધારા કલમ 12 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર કાર્યવાહી આદિપુર પોલીસ ઇન્સ્પેક્ટર એમ.સી. વાળાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande