વિશ્વ સિંહ દિવસની પોરબંદર ખાતે ગૌરવપૂર્ણ ઉજવણી કરાઈ
પોરબંદર, 10 ઓગસ્ટ (હિ.સ.) : એશિયાટિક સિંહોના સંરક્ષણ અને સંવર્ધન અંગે જનજાગૃતિ કેળવવાના ઉદ્દેશ્ય સાથે તા.10 ઓગસ્ટના રોજ ‘વિશ્વ સિંહ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે, જેના ભાગરૂપે પોરબંદર ખાતે તાજાવાલા હોલમાં વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાના
વિશ્વ સિંહ દિવસ’ની પોરબંદર ખાતે ગૌરવપૂર્ણ ઉજવણી કરાઈ.


વિશ્વ સિંહ દિવસ’ની પોરબંદર ખાતે ગૌરવપૂર્ણ ઉજવણી કરાઈ.


વિશ્વ સિંહ દિવસ’ની પોરબંદર ખાતે ગૌરવપૂર્ણ ઉજવણી કરાઈ.


વિશ્વ સિંહ દિવસ’ની પોરબંદર ખાતે ગૌરવપૂર્ણ ઉજવણી કરાઈ.


વિશ્વ સિંહ દિવસ’ની પોરબંદર ખાતે ગૌરવપૂર્ણ ઉજવણી કરાઈ.


પોરબંદર, 10 ઓગસ્ટ (હિ.સ.) : એશિયાટિક સિંહોના સંરક્ષણ અને સંવર્ધન અંગે જનજાગૃતિ કેળવવાના ઉદ્દેશ્ય સાથે તા.10 ઓગસ્ટના રોજ ‘વિશ્વ સિંહ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે, જેના ભાગરૂપે પોરબંદર ખાતે તાજાવાલા હોલમાં વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને ‘વિશ્વ સિંહ દિવસ’ની ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વર્ચ્યુઅલી જોડાયા હતા અને સિંહોના સંરક્ષણ, સંવર્ધન તેમજ વન્યજીવ અને પર્યાવરણના જતન અંગે માર્ગદર્શન આપ્યું હતું.

વિશ્વ સિંહ દિવસની ઉજવણી પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશ-દુનિયાના સિંહપ્રેમીઓ અને પ્રકૃતિપ્રેમીઓને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, સિંહ આપણા રાષ્ટ્રીય ગૌરવ અને અસ્મિતાનું અભિન્ન અંગ છે. રાષ્ટ્રમુદ્રા પર અંકિત સિંહોની કૃતિ આપણા ગૌરવનું પ્રતીક છે. સમગ્ર વિશ્વમાં મુક્ત અવસ્થામાં વસતા એશિયાટિક સિંહોનું ઘર માત્ર ગુજરાત છે. સિંહોના સંરક્ષણ અને સંવર્ધનની જવાબદારી ગુજરાત માટે ગૌરવની સાથે મોટી જવાબદારી પણ છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશા પ્રકૃતિ, પર્યાવરણ અને વન્યજીવોના સંરક્ષણને મહત્વ આપ્યું છે. વિકાસ અને પર્યાવરણ એકબીજાના પૂરક બને તેવા વડાપ્રધાનના વિઝનને ગુજરાત સરકારે આગળ ધપાવ્યું છે. રાજ્યમાં વિકાસના મોટા નિર્ણયો અને પ્રોજેક્ટ્સ સાથે પર્યાવરણ અને જૈવવિવિધતાના સંરક્ષણને પણ સમાન મહત્વ આપવામાં આવી રહ્યું છે.

વન્યજીવ સંરક્ષણ પ્રત્યે રાજ્ય સરકારના સાતત્યપૂર્ણ અને સંવેદનશીલ અભિગમના પરિણામે ગુજરાતમાં સિંહોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં સિંહોની સંખ્યા વધીને 891 થઈ છે, જે સમગ્ર ગુજરાત માટે ગૌરવની બાબત છે. આધુનિક ટેકનોલોજી, વૈજ્ઞાનિક સંશોધન, લોકભાગીદારી અને અસરકારક વહીવટ એમ ચાર સ્તંભો પર ગુજરાતનું વન્યજીવ સંરક્ષણનું આગવું મોડેલ ઊભું થયું છે. કુદરતી સંસાધનોનું સંવર્ધન, જળ સંરક્ષણ, વન્યજીવોની સુરક્ષા અને સ્થાનિક સમુદાયની ભાગીદારી આ મોડેલની વિશેષતા છે.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, સ્થાનિક લોકો અને સિંહો વચ્ચે સહઅસ્તિત્વની ભાવના વધુ મજબૂત બની છે. પરિણામે સિંહોનો વિચરણ વિસ્તાર છેલ્લા અઢી દાયકામાં ત્રણ જિલ્લાથી વધીને 11 જિલ્લાઓ સુધી વિસ્તર્યો છે. 143 વર્ષ બાદ બરડા ડુંગર વિસ્તારમાં સિંહોનો પુનઃવસવાટ શરૂ થયો છે અને બરડા વન્યજીવ અભયારણ્યને સિંહોએ કુદરતી રીતે પોતાના નવા આવાસ તરીકે સ્વીકાર્યું છે. પોરબંદર સહિતનો બરડા વિસ્તાર પ્રાકૃતિક સૌંદર્યથી સમૃદ્ધ છે અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. બરડા વિસ્તારને સિંહ આવાસ તરીકે વિકસાવવાની દિશામાં વન વિભાગ દ્વારા મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ સંદર્ભે પોરબંદર ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણીનું વિશેષ મહત્વ છે.

મુખ્યમંત્રીએ વધુમા જણાવ્યું હતું કે, વડાપ્રધાનના માર્ગદર્શન અને વન વિભાગની સક્રિય કામગીરીના પરિણામે ગુજરાતની સિંહ સંરક્ષણની ગાથા આજે વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત થઈ છે. સિંહોના રહેઠાણનું સંરક્ષણ અને પુનઃસ્થાપન, સ્થાનિક સમુદાયની ભાગીદારી તેમજ ઇકોલોજી અને વિકાસ વચ્ચે સંતુલન જાળવવાના હેતુથી ‘પ્રોજેક્ટ લાયન’ જેવી મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. ગીરમાં નેશનલ બોર્ડ ફોર વાઈલ્ડલાઈફની બેઠક યોજીને વન્યજીવ સંરક્ષણ માટે નવી દિશા આપવામાં આવી છે. સિંહ દર્શનના માધ્યમથી પ્રવાસનને વેગ આપવાની સાથે સિંહોને કોઈપણ પ્રકારની કનડગત ન થાય અને વન્યજીવોની સલામતી જળવાઈ રહે તેની પણ તકેદારી રાખવી જરૂરી છે.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, સિંહોના સંરક્ષણ અને સંવર્ધનમાં સ્થાનિક લોકોનો ખૂબ મોટો ફાળો છે. સ્થાનિક સમાજે સિંહો સાથેના સહઅસ્તિત્વને હૃદયપૂર્વક સ્વીકાર્યું છે. આ ભાવનાને વધુ વ્યાપક બનાવીને જનભાગીદારી વધારવામાં આવશે તો માનવ-વન્યજીવ સંઘર્ષની અનિચ્છનીય ઘટનાઓને રોકવામાં વધુ સફળતા મળશે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, “સિંહોનું સંરક્ષણ માત્ર સિંહોની સંખ્યા વધારવાનો કાર્યક્રમ નથી, પરંતુ સમગ્ર ઇકોસિસ્ટમને સુરક્ષિત રાખવાનો સંકલ્પ છે.” જંગલો સુરક્ષિત રહેશે તો જળસ્રોતો સુરક્ષિત રહેશે અને જળસ્રોતો સુરક્ષિત રહેશે તો કૃષિ તથા માનવજીવન પણ સમૃદ્ધ બનશે. તેથી પ્રકૃતિ અને પર્યાવરણના જતન માટેના જનજાગૃતિના પ્રયાસોમાં સૌએ સહભાગી બની સાથે મળીને આગળ વધવું જરૂરી છે.

વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ સિંહોના સંરક્ષણ અને બરડા વિસ્તાર અંગે જણાવ્યું હતું કે, સિંહ સમગ્ર વિશ્વ માટે અજાયબી સમાન છે અને એશિયાટિક સિંહોનું કુદરતી નિવાસસ્થાન હોવાનું ગૌરવ ભારત અને ખાસ કરીને ગુજરાતને મળ્યું છે. ગીર આસપાસના વિસ્તાર બાદ બરડા હવે સિંહોનું બીજું ઘર બની રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, વન વિભાગ, સ્થાનિક માલધારીઓ અને પ્રજાજનોના સહિયારા પ્રયાસોના પરિણામે આજે ગીર અને ગીર બહારના વિસ્તારોમાં સિંહોની વસ્તી 891 સુધી પહોંચી છે. 143 વર્ષના લાંબા સમયગાળા બાદ વનનો રાજા સિંહ પુનઃ બરડા અભયારણ્યમાં પ્રવેશી ચૂક્યો છે. વર્ષ 2023 માં પ્રથમ સિંહના આગમન બાદ આજે બરડા વિસ્તારમાં 26 સિંહોનો પરિવાર વસવાટ કરી રહ્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વન વિભાગના પ્રયાસોની પ્રશંસા કરતા મંત્રીએ જણાવ્યું હતું કે, બરડા અભયારણ્યમાં જંગલ સફારી બાદ હવે આશરે 270 હેક્ટર વિસ્તારમાં સફારી પાર્ક બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મોકર સાગર અને મેઢાક્રીકને પક્ષી અભયારણ્ય તરીકે વિકસાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. મોકર સાગરને ટૂંક સમયમાં રામસર સાઈટનો દરજ્જો મળે તે દિશામાં પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

માનવ અને વન્યજીવોના સહઅસ્તિત્વ અંગે મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “જો વન્યસૃષ્ટિ ટકશે તો જ માનવજાત ટકી શકશે.” સિંહો સાથે માલધારીઓ અને સ્થાનિક લોકોનું સહઅસ્તિત્વ અદભુત રહ્યું છે. તેમણે નાગરિકો અને પ્રવાસીઓને સિંહોની છંછેડણી ન કરવા તથા વન્યજીવોથી સલામત અંતર જાળવવા અનુરોધ કર્યો હતો.

પૂર્વ વન અને પર્યાવરણ મંત્રી તથા ખંભાળિયાના ધારાસભ્ય મુળુ બેરાએ પર્યાવરણ જતન અને પ્રવાસન વિકાસ પર ભાર મૂક્યો હતો.

અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ ડૉ. જયપાલ સિંઘે સિંહ સંરક્ષણ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, સાતત્યપૂર્ણ સંરક્ષણ પ્રયાસોના પરિણામે એશિયાટિક સિંહોની વસ્તીમાં નોંધપાત્ર વધારો થયો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બરડા વિસ્તારમાં સિંહોના વસવાટથી સ્થાનિક સ્તરે પ્રવાસન ક્ષેત્રે નવી અને ઉજ્જવળ શક્યતાઓ ઊભી થઈ રહી છે. વિશ્વ સિંહ દિવસની ઉજવણીના ભાગરૂપે પોરબંદર સહિત સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન વન અને પર્યાવરણ મંત્રી તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પેટ્રોલિંગ બાઈક અને રેસ્ક્યુ વાહનોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત નવનિર્મિત પરિક્ષેત્ર વન અધિકારીની કચેરી, વન અધિકારી તથા વનપાલ અને વનરક્ષકોના આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ વન્યપ્રાણી વર્તુળ, જૂનાગઢના નિર્માણાધીન વિવિધ બાંધકામ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું.

‘વિશ્વ સિંહ દિવસ’ની ઉજવણીના ભાગરૂપે પોરબંદર સહિત સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં વન્યજીવ સંરક્ષણ, સિંહોના સંવર્ધન, માનવ-વન્યજીવ સહઅસ્તિત્વ અને પર્યાવરણ જતન અંગે જનજાગૃતિ ફેલાવતા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

વન અને પર્યાવરણ વિભાગના રાજ્યકક્ષા મંત્રી પ્રવીણ માળી ગાંધીનગર ખાતેથી વર્ચ્યુઅલી જોડાયા હતાં. પોરબંદર ખાતે યોજાયેલા ‘વિશ્વ સિંહ દિવસ’ના કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી બાબુ બોખીરીયા, પૂર્વ વન અને પર્યાવરણ મંત્રી તથા ખંભાળિયાના ધારાસભ્ય મુળુ બેરા, પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગર મોદી, જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી, મુખ્ય વન સંરક્ષક રામરતન નાલા, જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી, નાયબ વન સંરક્ષક ચિરાગ ચાંદગુડે, જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. ચેતનાબેન તિવારી સહિતના મહાનુભાવો, અધિકારીઓ, અગ્રણીઓ તથા વન વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande