ગીર સોમનાથ જિલ્લા રમત-ગમત સંકુલનું લોકાર્પણ અને સિન્થેટિક ટ્રેકનું ખાતમુહૂર્ત થશે
ગીર સોમનાથ, 11 ઓગસ્ટ (હિ.સ.) : નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવી આવતીકાલે વર્ચ્યૂઅલ રીતે જિલ્લા રમત-ગમત સંકુલનું લોકાર્પણ અને સિન્થેટિક ટ્રેકનું ખાતમુહૂર્ત કરશે. તાજેતરમાં જ ગ્લાસગો ખાતે યોજાયેલા રાષ્ટ્રમંડળ ખેલો (કોમનવેલ્થ ગેમ્સ) માં ભારતે રમત-ગમત
વર્ચ્યૂઅલ રીતે જિલ્લા રમત-ગમત સંકુલનું લોકાર્પણ


ગીર સોમનાથ, 11 ઓગસ્ટ (હિ.સ.) : નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવી આવતીકાલે વર્ચ્યૂઅલ રીતે જિલ્લા રમત-ગમત સંકુલનું લોકાર્પણ અને સિન્થેટિક ટ્રેકનું ખાતમુહૂર્ત કરશે.

તાજેતરમાં જ ગ્લાસગો ખાતે યોજાયેલા રાષ્ટ્રમંડળ ખેલો (કોમનવેલ્થ ગેમ્સ) માં ભારતે રમત-ગમત ક્ષેત્રે ઉત્કૃષ્ઠ પ્રદર્શન કર્યું છે અને આગામી સમયમાં અમદાવાદ ખાતે આ રમતોત્સવ યોજાઇ તે માટેની મંજૂરી પણ મળી ગઇ છે.

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ આ માટે પ્રતિકરૂપે આપવામાં આવેલા ધ્વજને ગૌરવભેર આવકારી આગામી સમયમાં દેશમાં આ રાષ્ટ્રમંડળ રમતો માટેનું શ્રેષ્ઠ આયોજન કરવાની નેમ વ્યક્ત કરેલી છે.

તે જ કડીમાં ઇણાજ ખાતે નવનિર્મિત જિલ્લા રમત-ગમત સંકુલનું આવતીકાલે વર્ચ્યૂઅલ રીતે જિલ્લા રમત-ગમત સંકુલનું લોકાર્પણ કરશે. આ માટેનો કાર્યક્રમ જિલ્લા મહાનુભાવોની ઉપસ્થિતિમાં રામ મંદિર ખાતે આવેલા ઓડિટોરિયમ ખાતે બપોરે ૨-૩૦ કલાકે નાયબ મુખ્યમંત્રીની વચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાશે.

ઉલ્લેખનીય છે કે, અત્યાધુનિક રમત-ગમતની સગવડો સાથે રૂ.૧૭.૫૦ કરોડના ખર્ચે વેરાવળના ઇણાજ ખાતે તૈયાર થયેલ જિલ્લા રમત-ગમત સંકુલનું લોકાર્પણ તેમજ રૂ. ૧૦.૫૯ કરોડના ખર્ચે તૈયાર થનાર ૪૦૦ મીટર સિન્થેટિક ટ્રેકનું ખાતમુહૂર્ત નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઇ સંઘવીની પ્રેરક વર્ચ્યૂઅલ ઉપસ્થિતિમાં કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં જિલ્લાના રમત-ગમત અધિકારીઓ, ખેલાડીઓ, રમત પ્રેમી નાગરિકો જોડાશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande