એન.સી.ડી. સેલ વેરાવળ સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર અને આરોગ્ય સ્ટાફના સહયોગ થી ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન
ગીર સોમનાથ, 11 ઓગસ્ટ (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ એસ ટી ડેપો ખાતે તારીખ - 11 ઓગસ્ટ 2026 ના સાપ્તાહિક સ્વછતા કાર્યક્રમ ગુજરાત સરકારના અભિગમ મુજબ રાજ્ય સરકાર કક્ષાએથી સ્વછતાને વધુ વેગ આપવાના હેતુ થી સ્વછતા ઝુંબેશના ભાગરૂપે એન.સી.ડી. સેલ વેરાવ
એન.સી.ડી. સેલ વેરાવળ સિવિલ હોસ્પિટલ ના


ગીર સોમનાથ, 11 ઓગસ્ટ (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ એસ ટી ડેપો ખાતે તારીખ - 11 ઓગસ્ટ 2026 ના સાપ્તાહિક સ્વછતા કાર્યક્રમ ગુજરાત સરકારના અભિગમ મુજબ રાજ્ય સરકાર કક્ષાએથી સ્વછતાને વધુ વેગ આપવાના હેતુ થી સ્વછતા ઝુંબેશના ભાગરૂપે એન.સી.ડી. સેલ વેરાવળ સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર અને આરોગ્ય સ્ટાફના સહયોગ થી ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ.

આ ફ્રી મેડિકલ કેમ્પમા ડેપો ડ્રાઇવર, કંડકટર, વહીવટી, ટ્રાફિક, મિકેનિક, અપ્રેન્ટિસ સ્ટાફનુ ચેકઅપ કરવામાં આવેલ. સદર કેમ્પમાં BP, સુગરની ચકાસણી કરવામાં આવેલ અને સ્વછતા થકી આરોગ્યલક્ષી માર્ગદર્શન આપવામાં આવેલ. ખાસ કરીને વેરાવળ ડેપોની વાત કરવામાં આવે છે કે વેરાવળ ડેપો દ્વારા હંમેશા સ્વચ્છતાનું અભિયાન ચલાવી રહ્યા હોય ત્યારે મુસાફરો પણ સારો એવો સાથ સહકાર આપે તેવી એસટી ડીપાર્ટમેન્ટ તરફ થી આશા રખાઈ રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande