સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે રંગોળી સ્પર્ધા યોજાઇ
Gujarat, 11 ઓગસ્ટ (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લામાં હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે રંગોળી સ્પર્ધા યોજાઇ હતી. સમગ્ર રાજ્ય સાથે ગીર સોમનાથ જિલ્લામાં “હર ઘર તિરંગા” અભિયાનની ઉજવણી થઇ રહી છે. તે અંતર્ગત આજે સોમનાથ સંસ્કૃત યુન
રંગોળી સ્પર્ધા યોજાઇ હતી


Gujarat, 11 ઓગસ્ટ (હિ.સ.)

ગીર સોમનાથ જિલ્લામાં હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે રંગોળી સ્પર્ધા યોજાઇ હતી.

સમગ્ર રાજ્ય સાથે ગીર સોમનાથ જિલ્લામાં “હર ઘર તિરંગા” અભિયાનની ઉજવણી થઇ રહી છે. તે અંતર્ગત આજે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ રંગોળી સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ‘હર ઘર તિરંગા’, ‘આત્મનિર્ભર ભારત’, ‘નારી શક્તિ’, ‘વિકસિત ભારત @૨૦૪૭’, ‘વસુધૈવ કુટુંબકમ્’, ‘એ.આઇ.’, ‘શાસ્ત્ર-શાસ્ત્રાર્થ’ સહિતના વિષયો પર રંગોળી બનાવીને પોતાનો દેશ પ્રેમ વ્યક્ત કર્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત વિવિધ શાળા કોલેજોમાં વકૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા સહિત વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande