સુરતના વિવિધ વોર્ડમાં ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા, ‘હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ રાષ્ટ્રભાવનાનો સંદેશ
સુરત, 11 ઓગસ્ટ (હિ.સ.) : 80મા સ્વાતંત્ર્ય પર્વની રાષ્ટ્રવ્યાપી ઉજવણી અંતર્ગત ભારતીય જનતા પાર્ટી સુરત શહેર દ્વારા ‘હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ શહેરના વિવિધ વોર્ડમાં ભવ્ય તિરંગા યાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. તિરંગા યાત્રામાં ભાજપના અગ્રણીઓ, ચૂં
ભવ્ય તિરંગા યાત્રા


સુરત, 11 ઓગસ્ટ (હિ.સ.) : 80મા સ્વાતંત્ર્ય પર્વની રાષ્ટ્રવ્યાપી ઉજવણી અંતર્ગત ભારતીય જનતા પાર્ટી સુરત શહેર દ્વારા ‘હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ શહેરના વિવિધ વોર્ડમાં ભવ્ય તિરંગા યાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. તિરંગા યાત્રામાં ભાજપના અગ્રણીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, કાર્યકરો, યુવાનો અને મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા.

વોર્ડ નંબર 11 ખાતે યોજાયેલી તિરંગા યાત્રામાં સુરત શહેર ભાજપ સંગઠન અધ્યક્ષ પરેશ પટેલ, ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી, મહામંત્રી વિરલ ગિલીટવાલા, દુર્ગાપ્રસાદ પાંડે, પ્રદેશ સહપ્રવક્તા હેમાલીબેન બોઘાવાલા અને પૂર્વ ડેપ્યુટી મેયર નિરવ શાહ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત વોર્ડ નંબર 21, 24 અને 27માં પણ તિરંગા યાત્રાઓ યોજાઈ હતી. વોર્ડ નંબર 17 ખાતે સુરત શહેર ભાજપ મહામંત્રી કરશનભાઈ ગોંડલીયાએ તેમજ વોર્ડ નંબર 15 ખાતે ધારાસભ્ય પ્રવિણભાઈ ઘોઘારીએ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું.

હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને દેશભક્તિના નારા અને ગીતો સાથે મોટી સંખ્યામાં યુવાનો તથા શહેરીજનો યાત્રામાં જોડાયા હતા. વિવિધ વિસ્તારોમાંથી પસાર થયેલી તિરંગા યાત્રાઓ દરમિયાન સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું.

ભાજપના સ્થાનિક કોર્પોરેટરો, વોર્ડ પ્રમુખો અને સંગઠનના હોદ્દેદારોએ યાત્રાનું સંચાલન કર્યું હતું. આયોજકોના જણાવ્યા અનુસાર તિરંગા યાત્રાનો મુખ્ય ઉદ્દેશ રાષ્ટ્રપ્રેમ, એકતા અને અખંડિતતાનો સંદેશ જન-જન સુધી પહોંચાડવાનો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande