અકસ્મતે છીનવાયો હાથનો સહારો, આયુષ્માન કાર્ડે બચાવ્યો સારવારનો ખર્ચ! રાપરના અબ્દુલ્લાભાઈને ભુજ જનરલ હોસ્પિટલમાં કેશલેસ સર્જરી
કચ્છ, 11 ઓગસ્ટ (હિ.સ.) રાપર તાલુકાના સુવઈ ગામના 42 વર્ષીય અબ્દુલ્લાભાઈ માટે આયુષ્માન ભારત PM-JAY યોજના મુશ્કેલીની ઘડીમાં આશીર્વાદરૂપ સાબિત થઈ છે. ગંભીર અકસ્માત બાદ મોંઘી સારવારની ચિંતા વચ્ચે આયુષ્માન કાર્ડના માધ્યમથી તેમને ભુજ જનરલ હોસ્પિટલમાં સં
આયુષ્યમાન કાર્ડ લાભાર્થી


કચ્છ, 11 ઓગસ્ટ (હિ.સ.) રાપર તાલુકાના સુવઈ ગામના 42 વર્ષીય અબ્દુલ્લાભાઈ માટે આયુષ્માન ભારત PM-JAY યોજના મુશ્કેલીની ઘડીમાં આશીર્વાદરૂપ સાબિત થઈ છે. ગંભીર અકસ્માત બાદ મોંઘી સારવારની ચિંતા વચ્ચે આયુષ્માન કાર્ડના માધ્યમથી તેમને ભુજ જનરલ હોસ્પિટલમાં સંપૂર્ણ કેશલેસ સારવાર અને સર્જરી મળી છે.

કચ્છના અંતરિયાળ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ સાથે સરકારની જનકલ્યાણકારી યોજનાઓ કેવી રીતે સામાન્ય પરિવાર માટે રાહતરૂપ બની રહી છે તેનું જીવંત ઉદાહરણ રાપર તાલુકાના સુવઈ ગામમાં સામે આવ્યું છે. ગામના 42 વર્ષીય અબ્દુલ્લાભાઈ નોડેને ગત 21 જુલાઈ, ના રોજ ટ્રેક્ટરના પંખામાં હાથ આવી જતાં આંગળીઓમાં ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ તેમની સ્થિતિને ધ્યાનમાં રાખીને તબીબોએ તાત્કાલિક સર્જરી કરાવવાની સલાહ આપી હતી.

અચાનક સર્જરીની જરૂરિયાત ઊભી થતાં પરિવાર સામે સારવારના ખર્ચનો પ્રશ્ન પણ ઉભો થયો હતો. આ દરમિયાન અબ્દુલ્લાભાઈએ નજીકના આયુષ્માન આરોગ્ય મંદિરનો સંપર્ક કર્યો હતો. ત્યાં ફરજ બજાવતા કોમ્યુનિટી હેલ્થ ઓફિસર એટલે કે CHO દ્વારા સમગ્ર સ્થિતિને સમજી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ અબ્દુલ્લાભાઈનું PM-JAY અંતર્ગત આયુષ્માન કાર્ડ બનાવવાની પ્રક્રિયા તાત્કાલિક પૂર્ણ કરવામાં આવી હતી.

આયુષ્માન કાર્ડ બન્યા બાદ અબ્દુલ્લાભાઈને વધુ સારવાર માટે ભુજની જનરલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તેમની જરૂરી તબીબી તપાસ કર્યા બાદ સર્જરી કરવામાં આવી હતી. ખાસ વાત એ રહી કે સારવાર અને ઓપરેશન માટે અબ્દુલ્લાભાઈને પોતાના ખિસ્સામાંથી કોઈ રકમ ચૂકવવી પડી નહોતી. આ રીતે PM-JAY યોજનાના કારણે ગંભીર ઈજાની સ્થિતિમાં તેમને સમયસર અને કેશલેસ સારવાર મળી શકી હતી.

સર્જરી બાદ હવે અબ્દુલ્લાભાઈના સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો જોવા મળી રહ્યો છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પણ સારવાર બાદ તેમની સ્થિતિ જાણવા માટે ઘરે જઈ ફોલોઅપ મુલાકાત લેવામાં આવી હતી.

અબ્દુલ્લાભાઈએ મુશ્કેલીના સમયે સહાયરૂપ બનેલી આયુષ્માન ભારત PM-JAY યોજના તથા આરોગ્ય વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સમગ્ર ઘટનાને પગલે આરોગ્ય વિભાગે પાત્ર પરિવારોને સમયસર આયુષ્માન કાર્ડ કઢાવી લેવા અપીલ કરી છે, જેથી અચાનક ઊભી થતી ગંભીર બીમારી કે અકસ્માત જેવી પરિસ્થિતિમાં સારવારનો મોટો આર્થિક બોજ પરિવાર પર ન આવે.

આયુષ્માન કાર્ડ માત્ર એક ઓળખપત્ર નથી, પરંતુ સંકટની ઘડીએ પરિવારને આર્થિક સંકટથી બચાવતી સુરક્ષા અને દર્દી માટે સમયસર સારવારના રૂપમાં જીવનની નવી આશા બની શકે છે.

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande