
અમરેલી, 11 ઓગસ્ટ (હિ.સ.) : સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણી-2026 માટે બેંક પેનલ તરફથી 11 ઉમેદવારોની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. ઉમેદવારી પ્રક્રિયા અંતર્ગત તમામ 11 ઉમેદવારોએ પોતપોતાના ઉમેદવારી પત્રો રજૂ કર્યા હતા.
ઉમેદવારી પત્રો ભરતા પહેલાં બેંક પેનલના તમામ ઉમેદવારોએ રિધ્ધિ-સિદ્ધિના નાથ મહાદેવના દર્શન કરી આશીર્વાદ લીધા હતા. મહાદેવના આશીર્વાદ બાદ ઉમેદવારોએ ચૂંટણી પ્રક્રિયામાં આગળ વધીને પોતાના ઉમેદવારી પત્રો રજૂ કર્યા હતા.
આ પ્રસંગે બેંક પેનલના ઉમેદવારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ઉમેદવારોએ બેંકના સભાસદો અને ગ્રાહકોના હિતને પ્રાથમિકતા આપવાની સાથે સહકારી ક્ષેત્રને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીને લઈને આગામી દિવસોમાં રાજકીય અને સહકારી ક્ષેત્રે પણ હલચલ તેજ થવાની શક્યતા છે. બેંકના સભાસદો કોના પક્ષમાં જનાદેશ આપે છે તેના પર સૌની નજર રહેશે.
બેંક પેનલના ઉમેદવારોએ ચૂંટણીમાં સૌના સાથ-સહકારની અપીલ કરી છે અને બેંકના વિકાસ, પારદર્શિતા તથા સભાસદોના હિત માટે સાથે મળીને કામ કરવાની ખાતરી વ્યક્ત કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai