અંબાજીની આંગણવાડીમાં કૃમિનાશક દિવસની ઉજવણી
અંબાજી 11 ઓગસ્ટ (હિ.સ.) અંબાજીની આંગણવાડી ખાતે બાળકોને કૃમિથી મુક્ત રાખવાના હેતુસર કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગની ટીમના સહયોગથી આંગણવાડીમાં આવતા બાળકોને કૃમિનાશક દવાની ગોળીઓ આપવામાં આવી હતી. બાળકોના સ્વાસ્થ્ય
ambaji-ma-krumi-nashak-divas


ambaji-ma-krumi-nashak-divas


અંબાજી 11 ઓગસ્ટ (હિ.સ.) અંબાજીની આંગણવાડી ખાતે બાળકોને કૃમિથી મુક્ત રાખવાના હેતુસર કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગની ટીમના સહયોગથી આંગણવાડીમાં આવતા બાળકોને કૃમિનાશક દવાની ગોળીઓ આપવામાં આવી હતી.

બાળકોના સ્વાસ્થ્ય અને પોષણને ધ્યાનમાં રાખીને આરોગ્ય ટીમ દ્વારા કૃમિના ચેપથી બચવાના ઉપાયો અંગે પણ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બાળકોને સ્વચ્છતા જાળવવા, હાથ ધોવાની ટેવ પાડવા તેમજ સ્વચ્છ અને પૌષ્ટિક આહાર લેવા અંગે સમજ આપવામાં આવી હતી.

આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોને કૃમિમુક્ત રાખી તેમના સારા સ્વાસ્થ્ય અને સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાનો હતો. આંગણવાડી કાર્યકરો તથા આરોગ્ય વિભાગની ટીમે કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ આપ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ


 rajesh pande