બનાસકાંઠા જિલ્લા પોલીસવાળા દ્વારા એલસીબી પોલીસ જવાનોને પ્રશંસા પત્ર એનાયત કરાયા
અંબાજી, 11 ઓગસ્ટ (હિ.સ.) : ભિક્ષાવૃતિ કરતા પરીવારના સગીર બાળક દેવ નું અજાણ્યા ઇસમોએ અપહરણ કરેલ, જે સબંધે “ઓપરેશન દેવ” હેઠળ સતત ૩૦ કલાક નોન સ્ટોપ ઓપરેશન હાથ ધરી, હ્યુમન ઇન્ટેલીજન્સ ટેકનીકલ તથા CCTV કેમેરા સર્વેલન્સથી ૦૨ આરોપીઓને ઝડપી પાડી અપહ્યુત દે
banas-kantha-ma-lcb-polis-sanm


banas-kantha-ma-lcb-polis-sanm


અંબાજી, 11 ઓગસ્ટ (હિ.સ.) : ભિક્ષાવૃતિ કરતા પરીવારના સગીર બાળક દેવ નું અજાણ્યા ઇસમોએ અપહરણ કરેલ, જે સબંધે “ઓપરેશન દેવ” હેઠળ સતત ૩૦ કલાક નોન સ્ટોપ ઓપરેશન હાથ ધરી, હ્યુમન ઇન્ટેલીજન્સ ટેકનીકલ તથા CCTV કેમેરા સર્વેલન્સથી ૦૨ આરોપીઓને ઝડપી પાડી અપહ્યુત દેવને હેમખેમ મુકત કરાવવેલ.

ઇ-ગુજકોપ તથા ICJS પોર્ટલ આધારે બાળતસ્કરીના ગુનાનુ આંતરરાજ્ય રેકેટ ઉજાગર કરી AI (આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્ટસ)નો ઉપયોગ કરી, રેકેટના મુખ્ય સુત્રધાર બોદાશુ નાગારાજુ ઉર્ફે મુરગન બોદાશુ વેકંટી (તેલંગણા) તથા ત્રણ મહીલા સાથે મળી કુલ ૧૦ આરોપીને પકડી પાડી ૦૮ થી વધારે બાળ તસ્કરી ઉજાગર કરેલ તેમજ દાંતા પો.સ્ટે.માં બે ગુનાઓમાં ઉપરોક્ત આરોપીઓની સંડોવણી શોધી કાઢી ખંતપુર્વક તથા નિષ્ઠાથી ફરજો બજાવી બનાસકાંઠા પોલીસે ઉત્કૃષ્ટ કામગીરી કરેલ છે.

આ પ્રશંસનિય કામગીરીની કદર કરવામાં આવેલ અને lcb પોલીસ જવાન ઈશ્વરભાઈ દેસાઈ તથા પૂંજા ભાઈ ને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રશાંત શુંબે દ્વારા પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવે છે. ભવિષ્યમાં પણ આપ આ રીતે ગુજરાત પોલીસની કામગીરીને ઉત્કૃષ્ઠતા અને શ્રેષ્ઠતાના સર્વોત્તમ સ્તર સુધી પહોચાડવામાં આપનો ફાળો આપતા રહેશો તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ


 rajesh pande