દાંતા ખાતે બોલેરો ગાડીમાં ભીષણ આગ, સમયસર ફાયર ફાઇટર ન પહોંચતા ગાડી બળીને ખાખ,
અંબાજી 11 ઓગસ્ટ (હિ.સ.) દાંતા ખાતે એક બોલેરો ગાડીમાં અચાનક ભીષણ આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગાડીમાં આગ લાગ્યાની જાણ થતાં જ ઘટનાસ્થળે આસપાસના લોકોનાં ટોળેટોળાં ઉમટી પડ્યાં હતા. પ્રાથમિક માહિતી મુજબ, બોલેરો ગાડીમાં અચાનક આગ ભભૂકી ઉઠી
danta-ma-bolero-gadi-ma-lagi-a


danta-ma-bolero-gadi-ma-lagi-a


અંબાજી 11 ઓગસ્ટ (હિ.સ.) દાંતા ખાતે એક બોલેરો ગાડીમાં અચાનક ભીષણ આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગાડીમાં આગ લાગ્યાની જાણ થતાં જ ઘટનાસ્થળે આસપાસના લોકોનાં ટોળેટોળાં ઉમટી પડ્યાં હતા.

પ્રાથમિક માહિતી મુજબ, બોલેરો ગાડીમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે સમગ્ર ગાડીને લપેટમાં લઈ લીધી હતી. આગની જ્વાળાઓ ઊંચી ઉઠતાં લોકોમાં પણ ભારે ચકચાર મચી હતી. સમયસર ફાયર ફાઇટર ન પહોંચ્યાની ફરિયાદ સ્થાનિકોના જણાવ્યા મુજબ દાંતા વિસ્તારમાં ફાયર બ્રિગેડની પૂરતી સુવિધાના અભાવને કારણે આગની ઘટનામાં સમયસર ફાયર ફાઇટર પહોંચી શક્યું ન હતું.

પરિણામે આગ પર સમયસર કાબૂ મેળવી શકાયો ન હતો અને બોલેરો ગાડી સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતીઆ ઘટનાને પગલે દાંતા વિસ્તારમાં ફાયર બ્રિગેડની કાયમી અને પૂરતી સુવિધા ઉપલબ્ધ કરાવવાની માંગ ફરી ઉઠી છે. સ્થાનિકોનું કહેવું છે કે આગ જેવી આકસ્મિક ઘટના સમયે સમયસર ફાયર ફાઇટર પહોંચે તો મોટી નુકસાની ટાળી શકાય છે.

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ


 rajesh pande