રાણાવાવમાં તીનપત્તીનો  જુગાર રમતા 6 ઝડપાયા
પોરબંદર, 12 ઓગસ્ટ (હિ.સ.) રાણાવાવ સ્ટેશન પ્લોટ વિસ્તારમાં સોના પાનની પાછળ આવેલી પડતર જગ્યામાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડતાં છ શખ્સો રંગેહાથ ઝડપાયા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ અને ગંજીપત્તા સહિતનો મુદ્દામાલ
રાણાવાવમાં તીનપત્તીનો  જુગાર રમતા 6     ઝડપાયા


પોરબંદર, 12 ઓગસ્ટ (હિ.સ.) રાણાવાવ સ્ટેશન પ્લોટ વિસ્તારમાં સોના પાનની પાછળ આવેલી પડતર જગ્યામાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડતાં છ શખ્સો રંગેહાથ ઝડપાયા હતા.

પોલીસે સ્થળ પરથી રોકડ રકમ અને ગંજીપત્તા સહિતનો મુદ્દામાલ કબજે કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસે ભરત બાલુભાઇ ગુજરાતી, હાર્દિક દિલીપ ઝાલા, રોનક ગોવિંદમકવાણા , અતુલ કરશનભાઇ વડેચા, અશ્વિન જીવાભાઇ ગાગડીયા ને ભુપત સોમાભાઇ રાઠોડ ને ઝડપી પાડ્યા હતા.આરોપીઓ સ્થળ પર તીનપત્તીનો જુગાર રમતા મળી આવ્યા હતા.

પોલીસે તેમની પાસેથી ગંજીપત્તાના 52 પત્તા અને રોકડા રૂ.18,100 કબજે કર્યા હતા. આમ કુલ રૂ.18,100 નોમુદ્દામાલ કબજે કરી જુગાર અંગેનો ગુનો નોંધવામાં આવ્યો છે.સ્ટેશન પ્લોટ વિસ્તારમાં પડતર જગ્યામાં ચાલી રહેલા જુગારના અડ્ડાપર પોલીસે કરેલી કાર્યવાહીને પગલે અન્ય જુગારીઓમાં પણ ફફડાટ ફેલાયો હતો.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande