
પોરબંદર, 12 ઓગસ્ટ (હિ.સ.) : પોરબંદર શહેરમાં આવેલ સાંદીપની આશ્રમની અંદરના ભાગે નિશાળની બાજુમાં આવેલા ખેતરમાં ખેત મજૂરી માટે જતી યુવતી સાથે ઓળખ કેળવી તેને પ્રેમજાળમાં ફસાવી વારંવાર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ સામે આવી છે. આ મામલે રાણાવાવના ભાવેશ કોડિયાતર સામે ફરિયાદ નોંધાઈ હોવાનું સામે આવ્યું છે.
ફરિયાદ મુજબ, આરોપીએ આશરે 10 મહિના પહેલાં યુવતી સાથે ઓળખાણ કેળવી હતી. બાદમાં પ્રેમભરી વાતો કરી યુવતીને વિશ્વાસમાં લીધી હતી. આશરે સાત મહિના પહેલાં યુવતીનો હાથ પકડી તેને ખેતરમાં લઈ જઈ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે કોઈને
જાણ કરશે તો બદનામ કરવાની ધમકી આપી હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. આ પછીના બે મહિનામાં આરોપીએ યુવતી સાથે વધુ ચાર વખત તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ
કરવામાં આવ્યો છે. આમ, કુલ પાંચ વખત દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ છે. ગર્ભ રહેતાં ધમકી આપ્યાનો આક્ષેપ વારંવારના દુષ્કર્મ બાદ યુવતીને પોતાના પેટમાં ગર્ભ રહી ગયો હોવાનું જાણવા મળતાં તેણે આરોપીને આ અંગેવાત કરી હતી, ત્યારે આરોપીએ આ વાત કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
યુવતીની ફરિયાદના આધારે પોલીસે ભાવેશ કોડિયાતર સામે ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં ઘટનાની હકીકત અને અન્ય વિગતો બહાર આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya