
પોરબંદર, 12 ઓગસ્ટ (હિ.સ.) : પોરબંદરમાં જાહેર કાર્યક્રમ દરમિયાન ધાર્મિક લાગણી દુભાય તેમજ ઉશ્કેરણી જનક અને અપમાન જનક શબ્દોનું પ્રવચન આપવાના આક્ષેપમાં કીર્તિમંદિર પોલીસે એક શખ્સની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસના જણાવ્યા મુજબ તા. 20 જુલાઈના રોજ પોરબંદરના તાજુસરીયા હોલ (જમાતખાના) ખાતે હૈદરીયંગ કમિટી દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં માઇક ઉપર સૈયદ જમાત તેમજ તાજિયા અંગે અભદ્ર અને અપમાનજનક શબ્દો બોલી ધાર્મિક લાગણી દુભાય અને મુસ્લિમ સમુદાયવચ્ચે દુશ્મનાવટ ઊભી થાય તેવા ઇરાદાથી ઉશ્કેરણી જનક પ્રવચન આપવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે. આ મામલે અબ્દુલ સતાર અબ્દુલહબીબ હામદાણી ઉર્ફે સતાર મૌલાના, રહે. નગીના મસ્જિદની બાજુમાં, એસ.વી.પી. રોડ, પોરબંદર સામે તા. 1 ઓગસ્ટે
કીર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.
ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા, શહેર પોલીસ અધિક્ષક ઋતુ રાબા તથા કીર્તિમંદીર પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સ્પેક્ટર કે.વી.પરમારની સૂચના અને માર્ગદર્શન હેઠળ હનુમાન ગુફા પોલીસ ચોકીના PSI યુ.જે. રાણા તથા સ્ટાફે આરોપી અબ્દુલ સતાર હામદાણી ઉર્ફે સતાર મૌલાનાને અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya