ભુજમાં દેશભક્તિનો મહાકુંભ: તિરંગા યાત્રામાં ઉમટ્યો જનસૈલાબ, ગુંજી ભારત માતાની જય!
કચ્છ, 12 ઓગસ્ટ (હિ.સ.) સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પૂર્વે દેશના રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન અને રાષ્ટ્રભક્તિની ભાવનાને ઉજાગર કરવા કચ્છ જિલ્લા મથક ભુજમાં આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વહીવટી તંત્રના વિવિધ વિભાગોના અધિકારીઓ-કર્મચ
ભુજમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું


ભુજમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું


ભુજમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું


ભુજમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું


ભુજમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું


કચ્છ, 12 ઓગસ્ટ (હિ.સ.) સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પૂર્વે દેશના રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન અને રાષ્ટ્રભક્તિની ભાવનાને ઉજાગર કરવા કચ્છ જિલ્લા મથક ભુજમાં આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વહીવટી તંત્રના વિવિધ વિભાગોના અધિકારીઓ-કર્મચારીઓ, શાળાના વિદ્યાર્થીઓ, ભારતીય સેના અને BSFના જવાનો, પશ્ચિમ કચ્છ પોલીસ દળના જવાનો તેમજ સત્તાપક્ષ ભાજપના પદાધિકારીઓની ઉપસ્થિતિએ સમગ્ર યાત્રાને દેશભક્તિના રંગે રંગી દીધી હતી.

જ્યુબિલિ સર્કલથી શરૂ થયેલી આ વિશાળ તિરંગા યાત્રાના પ્રસ્થાન પ્રસંગે ભુજના ધારાસભ્ય કેશુ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજી વરચંદ, મહામંત્રી હિતેશ ખંડોર, નગરપતિ શીતલ શાહ સહિતના આગેવાનો અને વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. હાથમાં તિરંગો લહેરાવતા અને દેશભક્તિના નારા લગાવતા લોકો સાથે યાત્રા શહેરના વિવિધ મુખ્ય માર્ગો પરથી આગળ વધી હતી.

યાત્રામાં NCCના ગણવેશમાં સજ્જ વિદ્યાર્થીઓ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સાથે જ બેન્ડની દેશભક્તિમય સુરાવલીઓથી વાતાવરણમાં ઉમંગ અને ઉત્સાહ છવાઈ ગયો હતો. જ્યુબિલિ સર્કલથી શરૂ થયેલી યાત્રા ડોસાભાઈ ધર્મશાળા, બસ પોર્ટ વિસ્તાર અને ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ માર્ગ થઈ કલેક્ટર કચેરી તરફ આગળ વધી હતી અને અંતે ફરી જ્યુબિલિ સર્કલ ખાતે પૂર્ણ થઈ હતી.

તિરંગા યાત્રાને નિહાળવા ભુજ શહેરના નાગરિકો પણ મોટી સંખ્યામાં માર્ગોની બંને બાજુ ઉમટી પડ્યા હતા. રાષ્ટ્રધ્વજની આન, બાન અને શાનને સલામી આપતા આ દૃશ્યોએ સમગ્ર શહેરમાં રાષ્ટ્રપ્રેમની લાગણી વધુ પ્રબળ બનાવી હતી. યાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ફાયર વિભાગની ટીમ અને આરોગ્ય વિભાગની એમ્બ્યુલન્સ પણ તૈનાત રાખવામાં આવી હતી.

શહેરમાં યાત્રાના રૂટ પર વાહનવ્યવહારને સરળ અને વ્યવસ્થિત રાખવા જિલ્લા ટ્રાફિક પોલીસ તથા સિટી ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. સ્વાતંત્ર્ય દિવસની પૂર્વસંધ્યાએ યોજાયેલી આ તિરંગા યાત્રાએ ભુજમાં એકતા, રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિનો અનોખો સંદેશ પ્રસરાવ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande