મોડી રાત્રે  108 ટીમ બની દેવદૂત, ઘરે જ કરાવી ગર્ભવતી મહિલાની સફળ પ્રસૂતિ
પોરબંદર, 12 ઓગસ્ટ (હિ.સ.) પોરબંદરના કેશવ ગામે વાડી વિસ્તારમાં મોડી રાત્રે ગર્ભવતી મહિલાને અચાનક પ્રસૂતિની પીડા ઉપડતાં 108ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. EMT ઉદય ઓડેદરા અને પાયલોટ રાજેશ મોકરીયાએ પરિસ્થિતિની ગંભીરતા સમજી તાત્કાલિક કામગીરી હ
મોડી રાત્રે  108 ટીમ બની દેવદૂત, ઘરે         જકરાવી ગર્ભવતી મહિલાની સફળ પ્રસૂતિ


પોરબંદર, 12 ઓગસ્ટ (હિ.સ.) પોરબંદરના કેશવ ગામે વાડી વિસ્તારમાં મોડી રાત્રે ગર્ભવતી મહિલાને અચાનક પ્રસૂતિની પીડા ઉપડતાં 108ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. EMT ઉદય ઓડેદરા અને પાયલોટ રાજેશ મોકરીયાએ પરિસ્થિતિની ગંભીરતા સમજી તાત્કાલિક કામગીરી હાથ ધરી હતી.પરિસ્થિતિને ધ્યાને લઈને મહિલાની ઘરે જપ્રસૂતિ કરાવવાની ફરજ પડી હતી.

108ના સ્ટાફે પોતાની તાલીમ અને અનુભવના આધારે સફળતા પૂર્વક પ્રસૂતિ કરાવી હતી

અને મહિલાએ પુત્રને જન્મ આપ્યો હતો.પ્રસૂતિ

બાદ નવજાત શિશુને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહ્યો ન હતો, જેના કારણે તબીબી સ્થિતિ વધુ ગંભીર બની હતી.

108 ટીમે તાત્કાલિક જરૂરી સારવાર શરૂ કરી હતી. દરમિયાન માતાને પણ વધુ નબળાઈ અને કમજોરી લાગતાં ડો. પંકજના માર્ગદર્શન હેઠળ સારવાર આપવામાં આવી હતી.108ની ટીમની સમય સૂચકતા અનેતબીબી માર્ગદર્શનના કારણે માતા અને નવજાત બંનેનો જીવ બચાવી શકાયો હતો.સમગ્ર કામગીરી બદલ પ્રોજેક્ટ મેનેજર આકાશ અને જિલ્લા અધિકારી દર્શક દ્વારા 108 ટીમને બિરદાવવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande