જામનગરના મોડપર અને ભાવાભી ખીજડીયા ગામમાં, તીનપત્તીનો જુગાર રમતાં 10 જુગારીઓ ઝડપાયા
જામનગર, 13 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર જિલ્લામાં પોલીસે જુગારની પ્રવૃત્તિ સામે કાર્યવાહી હાથ ધરી લાલપુર તાલુકાના મોડપર અને કાલાવડ તાલુકાના ભાવાભી ખીજડીયા ગામ નજીક તીનપત્તીનો જુગાર રમતા કુલ 10 શખ્સોને ઝડપી પાડ્યા હતા. બંને સ્થળેથી પોલીસે રોકડ રૂ.64,520
જુગાર


જામનગર, 13 ઓગસ્ટ (હિ.સ.) :

જામનગર જિલ્લામાં પોલીસે જુગારની પ્રવૃત્તિ સામે કાર્યવાહી હાથ ધરી લાલપુર તાલુકાના મોડપર અને કાલાવડ તાલુકાના ભાવાભી ખીજડીયા ગામ નજીક તીનપત્તીનો જુગાર રમતા કુલ 10 શખ્સોને ઝડપી પાડ્યા હતા. બંને સ્થળેથી પોલીસે રોકડ રૂ.64,520 તથા ગંજીપત્તાના પાના કબજે કર્યા હતા.

લાલપુર તાલુકાના મોડપર ગામની સીમમાં વીરડા વાળી વાડી વિસ્તારમાં મેઘપર (પડાણા) પોલીસને બાતમી મળતા તા.12 ઓગસ્ટના સાંજના સમયે પરબતભાઈ હમીરભાઈ નાવદરીયાની વાડીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસ પહોંચતા પરબતભાઈ નાવદરીયા સહિત કુલ છ શખ્સો તીનપત્તીનો જુગાર રમતા મળી આવ્યા હતા. સ્થળ પરથી રોકડ રૂ.50,900 તથા ગંજીપત્તાના પાના કબજે કરવામાં આવ્યા હતા. પોલીસ મુજબ વાડીના માલિકે અંગત ફાયદા માટે અન્ય શખ્સોને બોલાવી નાલ ઉઘરાવી જુગાર રમવાની વ્યવસ્થા કરી આપી હતી. આ અંગે મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ 4 અને 5 હેઠળ ગુનો નોંધાયો છે.

બીજી કાર્યવાહી કાલાવડ તાલુકાના ભાવાભી ખીજડીયા ગામથી દડવી ગામ તરફ જતા રસ્તે ઓમદેવસિંહ જાડેજાની વાડી પાસે જાહેરમાં કરવામાં આવી હતી. કાલાવડ ગ્રામ્ય પોલીસને મળેલી બાતમીના આધારે તા.12 ઓગસ્ટના સાંજે દરોડો પાડવામાં આવતા ઓમદેવસિંહ ગીરીરાજસિંહ જાડેજા (ઉ.વ.38), હરપાલસિંહ સહદેવસિંહ જાડેજા (ઉ.વ.35), જુનેદભાઈ હુશેનભાઈ ઇસાણી (ઉ.વ.40) અને મયુરસિંહ વનરાજસિંહ જાડેજા (ઉ.વ.38) તીનપત્તી ‘રોન પોલીસ’ નામનો જુગાર રમતા મળી આવ્યા હતા.

પોલીસે ચારેય પાસેથી રોકડ રૂ.13,620 તથા ગંજીપત્તાના પાના કબજે કર્યા હતા. ચારેયની ધરપકડ કરી કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ 12 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande