વારાહીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું.
પાટણ, 13 ઓગસ્ટ (હિ.સ.)વારાહીમાં 15મી ઓગસ્ટ, સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકો હાથમાં તિરંગો લઈને દેશભક્તિના રંગે રંગાયા હતા. પીએમ ગોકલાણી માધ્યમિક શાળાથી શરૂ થયેલી યાત્રા વિવિધ મા
વારાહીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું.


પાટણ, 13 ઓગસ્ટ (હિ.સ.)વારાહીમાં 15મી ઓગસ્ટ, સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકો હાથમાં તિરંગો લઈને દેશભક્તિના રંગે રંગાયા હતા. પીએમ ગોકલાણી માધ્યમિક શાળાથી શરૂ થયેલી યાત્રા વિવિધ માર્ગો પરથી પસાર થઈ મામલતદાર કચેરી ખાતે પૂર્ણ થઈ હતી. સમગ્ર યાત્રા દરમિયાન ડીજેના તાલે દેશભક્તિના ગીતોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

તિરંગા યાત્રામાં રાધનપુર-સાંતલપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, સાંતલપુર મામલતદાર અશોકભાઈ લીમ્બાચિયા, તાલુકા પંચાયત પ્રમુખ શક્તિસિંહ જાડેજા, ભાજપ પ્રમુખ સવજીભાઈ આહીર તેમજ વારાહી પોલીસ સ્ટેશનના પીઆઈ પી.જે. સોલંકી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત તાલુકાના વિવિધ વિભાગોના અધિકારીઓ, પદાધિકારીઓ, સદસ્યો, સરપંચો, પોલીસ સ્ટાફ અને મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ પણ તિરંગા યાત્રામાં જોડાયા હતા. દેશભક્તિના નારા અને હાથમાં લહેરાતા તિરંગા સાથે નીકળેલી આ યાત્રાએ વારાહીમાં સ્વતંત્રતા પર્વની ઉજવણીને વિશેષ બનાવતાં દેશપ્રેમનો સંદેશ આપ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande