પોરબંદરમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંગે પત્રકાર પરિષદ યોજાઈ.
પોરબંદર, 13 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદરમાં 80 માં સ્વતંત્ર પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીના આયોજન અંગે કલેક્ટર કચેરીના સભા ગૃહ ખાતે નિવાસી અધિક કલેક્ટર આશિષ મિયાત્રાના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ હતી. નિવાસી અધિક કલ
પોરબંદરમાં  80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંગે પત્રકાર પરિષદ યોજાઈ.


પોરબંદર, 13 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદરમાં

80 માં સ્વતંત્ર પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીના આયોજન અંગે કલેક્ટર કચેરીના સભા

ગૃહ ખાતે નિવાસી અધિક કલેક્ટર આશિષ મિયાત્રાના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ

હતી.

નિવાસી

અધિક કલેક્ટર આશિષ મિયાત્રાએ જણાવ્યું

હતું કે, તા.15 ઓગસ્ટના રોજ દેશભરમાં સ્વતંત્ર પર્વની ગૌરવભેર ઉજવણી કરવામાં આવનાર છે. જેના ભાગરૂપે પોરબંદર જિલ્લા

કક્ષાનો મુખ્ય કાર્યક્રમ સવારે 8:30 કલાકથી પોલીસ હેડક્વાર્ટરના પરેડ ગ્રાઉન્ડ

ખાતે યોજાશે. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીના હસ્તે, ધ્વજવંદન કરવામાં

આવશે.જિલ્લા

કક્ષાના કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રગીત ગાન, ધ્વજવંદન, પોલીસ પરેડનું નિદર્શન તેમજ વિવિધ

સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ યોજાશે.

આ ઉપરાંત, વર્ષ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનાર સરકારી કર્મયોગીઓનું વિશેષ

સન્માન કરવામાં આવશે.આ

ઉપરાંત, તા.14 ઓગસ્ટના રોજ ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ની

ઉજવણી કરવામાં આવશે. આ અંતર્ગત જિલ્લાના તમામ શાળા-કોલેજો તથા જાહેર સંસ્થાઓમાં બે

મિનિટનું મૌન પાળીને વિભાજન દરમિયાન જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં

આવશે.

વિભાજન

વિભીષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓ તથા નાગરિકોમાં જાગૃતિ લાવવા માટે વિવિધ

ક્વિઝ સ્પર્ધાઓ અને વક્તવ્ય સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા

કક્ષાના સ્વાતંત્ર્ય પર્વના કાર્યક્રમને સફળ બનાવવા માટે સંબંધિત વિભાગો દ્વારા, જરૂરી તૈયારીઓ અને વ્યવસ્થાઓ હાથ ધરવામાં આવી રહી છે.આ

તકે વિવિધ મીડિયા સંસ્થાઓ અને અખબારોના પત્રકારો - પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande