
પાટણ, 13 ઓગસ્ટ (હિ.સ.)શ્રાવણ માસના પ્રારંભ નિમિત્તે સિદ્ધપુર સ્થિત વટેશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રી-પ્રાયમરી વિભાગના બાળકો માટે શૈક્ષણિક અને ધાર્મિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. 13 ઓગસ્ટ, 2026ના રોજ યોજાયેલી આ મુલાકાતમાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભગવાન શિવના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.
મુલાકાત દરમિયાન શિક્ષકોએ બાળકોને શ્રાવણ માસનું ધાર્મિક મહત્વ, ભગવાન શિવ વિશેની પ્રાથમિક માહિતી તેમજ મંદિરની પરંપરાઓ અંગે સરળ ભાષામાં સમજણ આપી હતી. બાળકોએ ધાર્મિક વાતાવરણનો આનંદ માણતા ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓને નજીકથી સમજવાનો અનુભવ મેળવ્યો હતો.
આ પ્રવૃત્તિનો મુખ્ય હેતુ નાની ઉંમરથી જ બાળકોમાં સંસ્કાર, ધાર્મિક આસ્થા અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે સમજણ કેળવવાનો હતો. આ મુલાકાત બાળકો માટે જ્ઞાન સાથે આધ્યાત્મિક અનુભવ આપતી યાદગાર અને આનંદદાયક શૈક્ષણિક પ્રવૃત્તિ બની રહી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ