“હર ઘર તિરંગા અભિયાન-2026” અંતર્ગત ભાવનગર મંડળમાં તિરંગા બાઈક રેલીનું આયોજન
ભાવનગર 13 ઓગસ્ટ (હિ.સ.)ગીર સોમનાથ “હર ઘર તિરંગા અભિયાન- 2026” અંતર્ગત, પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં દેશભક્તિ અને રાષ્ટ્રીય ગૌરવની ભાવનાને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્યથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ જ ક્રમમાં 13 ઓગસ્ટ 2026ના રો
ભાવનગર મંડળમાં તિરંગા બાઈક રેલીનું આયોજન


ભાવનગર 13 ઓગસ્ટ (હિ.સ.)ગીર સોમનાથ “હર ઘર તિરંગા અભિયાન- 2026” અંતર્ગત, પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં દેશભક્તિ અને રાષ્ટ્રીય ગૌરવની ભાવનાને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્યથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ જ ક્રમમાં 13 ઓગસ્ટ 2026ના રોજ મંડલ કાર્યાલય ખાતે તિરંગા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

તિરંગા બાઈક રેલીમાં મંડળના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે રેલવે સુરક્ષા બળના જવાનો તથા સ્કાઉટ એન્ડ ગાઈડના સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માના પ્રસ્થાન સંકેત સાથે રેલીનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે અપર મંડળ રેલ પ્રબંધક ઋત્વિક શર્મા સહિત મંડળના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તિરંગા બાઈક રેલી સવારે 7:00 વાગ્યે રેલવે કોલોની સ્થિત બાળ ઉદ્યાનથી શરૂ થઈને મંડળ કાર્યાલય, નીલમબાગ સર્કલ, જવેલ સર્કલ તથા આરટીઓ સર્કલ થઈને પરત કમ્યુનિટી હોલ ખાતે પહોંચી હતી, જ્યાં રેલીનું સમાપન થયું હતું. રેલી દરમિયાન સહભાગીઓએ રાષ્ટ્રીય ધ્વજ તિરંગા પ્રત્યે સન્માન તથા દેશભક્તિની ભાવનાનો સંદેશ આપ્યો હતો.

આ તિરંગા બાઈક રેલીનું આયોજન, વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી હુબલાલ જગનના માર્ગદર્શન હેઠળ કાર્મિક વિભાગ દ્વારા, કરવામાં આવ્યું હતું. તિરંગા બાઈક રેલીમાં ભાગ લેનાર તમામ સહભાગીઓ માટે વિશેષ અલ્પાહાર તથા તાજગીની વ્યવસ્થા કરવામાં આવી હતી. રેલીમાં સામેલ સહભાગીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રકારની તાજી શાકભાજી અને ફળોથી તૈયાર કરવામાં આવેલ લાઈવ જ્યુસની વ્યવસ્થા કરવામાં આવી હતી.

સહભાગીઓને સ્થળ પર જ તાજું અને પૌષ્ટિક જ્યુસ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું, જેથી તેમને ઊર્જા અને તાજગી મળી રહે. આ પહેલ દ્વારા તિરંગા બાઈક રેલીમાં સહભાગી બનેલા લોકોના ઉત્સાહમાં વધારો કરવાની સાથે સ્વસ્થ જીવનશૈલી તથા પોષણ પ્રત્યે જાગૃતિનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.

ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, ભાવનગર મંડળમાં “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અભિયાનનો ઉદ્દેશ્ય રેલવે કર્મચારીઓ, તેમના પરિવારજનો તથા સામાન્ય જનતાના મનમાં દેશભક્તિની ભાવના જાગૃત કરવી તેમજ જનભાગીદારી દ્વારા, રાષ્ટ્રીય એકતા અને ગૌરવની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો છે. સ્વતંત્રતા દિવસના અવસર પર ભાવનગર મંડળ દ્વારા આઝાદીના ઉત્સવ અને રાષ્ટ્રીય ધ્વજ પ્રત્યે સન્માન વ્યક્ત કરવા માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે.

મંડળ કાર્યાલય તથા રેલવે મ્યુઝિયમને તિરંગાની રોશનીથી આકર્ષક રીતે સજાવવામાં આવ્યા છે. 15 ઓગસ્ટ 2026ના રોજ રેલવે સ્ટેડિયમ ખાતે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવશે તથા સ્વતંત્રતા દિવસ સમારોહનું આયોજન કરવામાં આવશે.

“હર ઘર તિરંગા અભિયાન-2026”ના માધ્યમથી ભાવનગર મંડળ દ્વારા રેલવે કર્મચારીઓ તથા તેમના પરિવારજનો સહિત સામાન્ય જનતામાં રાષ્ટ્રીય ધ્વજ પ્રત્યે સન્માન, દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાની ભાવનાને વધુ મજબૂત કરવાનો સંદેશ આપવામાં આવી રહ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande