પોરબંદ મહાનગરપાલિકા દ્વારા, મિલકત નામ ટ્રાન્સફર ફી અંગે સ્પષ્ટતા કરાઈ
પોરબંદર, 13 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર મહાનગરપાલિકા દ્વારા મિલકત નામ ટ્રાન્સફર કરવાની કામગીરી તથા તેની નિયત ફી રાબેતા મુજબ ચાલુ છે. નામ ટ્રાન્સફર ફી લેવાનું અને અરજી સ્વીકારવાનું બંધ કરવામાં આવી હોવા અંગે ફેલાતી અફવાઓથી નાગરિકો
પોરબંદ મહાનગરપાલિકા દ્વારા, મિલકત નામ ટ્રાન્સફર ફી અંગે સ્પષ્ટતા કરાઈ


પોરબંદર, 13 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર

મહાનગરપાલિકા દ્વારા મિલકત નામ ટ્રાન્સફર કરવાની કામગીરી તથા તેની નિયત ફી રાબેતા

મુજબ ચાલુ છે. નામ ટ્રાન્સફર ફી લેવાનું અને અરજી સ્વીકારવાનું બંધ કરવામાં આવી

હોવા અંગે ફેલાતી અફવાઓથી નાગરિકોને ગેરસમજમાં ન આવવા મહાનગરપાલિકા દ્વારા અપીલ

કરવામાં આવી છે.

મહાનગરપાલિકાની

હાઉસ ટેક્સ શાખા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મિલકત નામ ટ્રાન્સફર અંગેની કાર્યવાહી નિયમ અનુસાર ચાલુ છે અને

નાગરિકો નિયમ મુજબ નિયત કરેલ ફી ભરી અરજી કરીને મિલકતનું નામ ટ્રાન્સફર કરાવી શકે

છે.

નાગરિકોને

અપીલ છે કે, મિલકત નામ ટ્રાન્સફર અંગે કોઈપણ

પ્રકારની અફવા કે ભ્રામક માહિતી પર વિશ્વાસ ન કરી, જરૂરી કાર્યવાહી માટે પોરબંદર મહાનગરપાલિકાની સંબંધિત હાઉસ ટેક્સ

શાખાનો સંપર્ક કરી સત્તાવાર માહિતી મેળવવી. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા નાગરિકોની

સુવિધા અને હિતનધ્યાનમાં રાખીને મિલકત નામ ટ્રાન્સફરની અરજી સ્વીકારવાની કામગીરી

નિયમિત રીતે ચાલુ રાખવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande