પાટણ જિલ્લામાં આધુનિક વહીવટી સુવિધાઓ ઉભી કરવા માટે ₹37.46 કરોડના ખર્ચે નવી કલેક્ટર કચેરીનું નિર્માણ કાર્ય પૂરજોશમાં
પાટણ, 13 ઓગસ્ટ (હિ.સ.)પાટણ જિલ્લામાં આધુનિક વહીવટી સુવિધાઓ ઉભી કરવા માટે ₹37.46 કરોડના ખર્ચે નવી કલેક્ટર કચેરીનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. રાજ્ય સરકારે 30 ડિસેમ્બર, 2024ના રોજ પ્રોજેક્ટને સુધારેલી વહીવટી મંજૂરી આપી હતી. માર્ગ અને મક
પાટણ જિલ્લામાં આધુનિક વહીવટી સુવિધાઓ ઉભી કરવા માટે ₹37.46 કરોડના ખર્ચે નવી કલેક્ટર કચેરીનું નિર્માણ કાર્ય પૂરજોશમાં


પાટણ, 13 ઓગસ્ટ (હિ.સ.)પાટણ જિલ્લામાં આધુનિક વહીવટી સુવિધાઓ ઉભી કરવા માટે ₹37.46 કરોડના ખર્ચે નવી કલેક્ટર કચેરીનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. રાજ્ય સરકારે 30 ડિસેમ્બર, 2024ના રોજ પ્રોજેક્ટને સુધારેલી વહીવટી મંજૂરી આપી હતી.

માર્ગ અને મકાન વિભાગે 2 એપ્રિલ, 2025ના રોજ મારુતિ ફાઉન્ડેશન એન્ડ કન્સ્ટ્રક્શન કંપનીને વર્ક ઓર્ડર આપ્યો છે. સમગ્ર પ્રોજેક્ટ 28 ફેબ્રુઆરી, 2027 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

નવી કચેરી G+2 પ્રકારની ભૂકંપ પ્રતિરોધક RCC ફ્રેમ સ્ટ્રક્ચર આધારિત હશે. કુલ 6231 ચોરસ મીટરમાં તૈયાર થનારી ઇમારતમાં પાર્કિંગ, ગ્રાઉન્ડ ફ્લોર, પ્રથમ અને બીજા માળ સહિત સ્ટેર કેબિનની સુવિધા રહેશે.

કચેરીમાં વાતાનુકૂલિત કોન્ફરન્સ હોલ, RO સિસ્ટમ, આધુનિક ફર્નિચર, રેકોર્ડ રૂમ, ફાયર સેફ્ટી સિસ્ટમ, ગાર્ડન, પાર્કિંગ શેડ અને રેઇન વોટર હાર્વેસ્ટિંગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાશે.

હાલમાં A અને B બ્લોકમાં ટેરેસ સ્લેબ તથા પ્રથમ અને બીજા માળની ચણતર-પ્લાસ્ટરની કામગીરી ચાલી રહી છે. C બ્લોકમાં પ્રથમ માળના સ્લેબ અને ગ્રાઉન્ડ ફ્લોરની ચણતર, જ્યારે D બ્લોકમાં ગ્રાઉન્ડ ફ્લોરના કોલમનું કામ પ્રગતિ હેઠળ છે. કમ્પાઉન્ડ વોલનું નિર્માણ પણ શરૂ થઈ ગયું છે.

નવી કલેક્ટર કચેરી પૂર્ણ થતાં પાટણ જિલ્લા વહીવટી તંત્રને આધુનિક અને સુવિધાસભર કાર્યસ્થળ મળશે. સરકારી કામગીરીમાં કાર્યક્ષમતા વધવાની સાથે નાગરિકોને વધુ ઝડપી અને સુગમ વહીવટી સેવાઓ મળશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande