શ્રી ગણેશ સુગર કર્મચારી મંડળીના સ્વર્ગસ્થ સભાસદના પરિવારને 2.40 લાખની વીમા સહાય અપાઈ
કર્મચારીઓના હિત અને પરિવારની સામાજિક-આર્થિક સુરક્ષા માટે મંડળી ભવિષ્યમાં પણ કાર્ય કરશે પરિવારના મોભીને ગુમાવવાનો સમય કોઈપણ પરિવાર માટે અત્યંત દુઃખદ અને અસહ્ય મુશ્કેલીભર્યો હોય છે ભરૂચ 13 ઓગસ્ટ (હિ.સ.) શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લી.ના
શ્રી ગણેશ સુગર કર્મચારી મંડળીના સ્વર્ગસ્થ સભાસદના પરિવારને 2.40 લાખની વીમા સહાય અપાઈ


કર્મચારીઓના હિત અને પરિવારની સામાજિક-આર્થિક સુરક્ષા માટે મંડળી ભવિષ્યમાં પણ કાર્ય કરશે

પરિવારના મોભીને ગુમાવવાનો સમય કોઈપણ પરિવાર માટે અત્યંત દુઃખદ અને અસહ્ય મુશ્કેલીભર્યો હોય છે

ભરૂચ 13 ઓગસ્ટ (હિ.સ.)

શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લી.ના કર્મચારી સ્વ. જયેન્દ્રસિંહ ભૂપતસિંહ મહિડાનું દુઃખદ અવસાન થતાં, ગણેશ સુગર કર્મચારી મંડળી દ્વારા કર્મચારીઓના હિતાર્થે લેવામાં આવેલી વીમા યોજનાના લાભ અંતર્ગત તેમના પરિવારને 2,40,000/- ની વીમા સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

પોતાના સ્વજન અને પરિવારના મોભીને ગુમાવવાનો સમય કોઈપણ પરિવાર માટે અત્યંત દુઃખદ અને અસહ્ય મુશ્કેલીભર્યો હોય છે. આવા કટોકટીના અને કપરા સમયમાં દિવંગત કર્મચારીના પરિવારને આંશિક રીતે આર્થિક આધાર મળી રહે તે હેતુથી કર્મચારી મંડળી દ્વારા વીમા યોજનાના માધ્યમથી આર્થિક સહાય અર્પણ કરવામાં આવી છે.

શ્રી ગણેશ કર્મચારી મંડળીના પ્રમુખ વિરેન્દ્રસિંહ મહિડા અને મંડળીના સાથી ડિરેક્ટરોની ઉપસ્થિતિમાં અવસાન પામનાર કર્મચારીના પુત્રને આ વીમા સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

પ્રમુખ વિરેન્દ્રસિંહ મહિડાએ જણાવ્યું હતું કે, કર્મચારીના અકાળ અવસાન બાદ પરિવાર નિરાધાર ન બને તે માટે મંડળી દ્વારા સક્રિયપણે વીમા કવચ પૂરું પાડવામાં આવ્યું છે.દુઃખની આ ઘડીમાં નાણાકીય સહાય સ્વજનની ખોટ પૂરી શકતી નથી, પરંતુ પરિવારની આર્થિક સ્થિરતા માટે આ એક નાનો પણ મહત્વપૂર્ણ ટેકો છે.કર્મચારી મંડળી દ્વારા કર્મચારીઓના સર્વાંગી હિત અને તેમના પરિવારની સુરક્ષાને પ્રાધાન્ય આપીને ભવિષ્યમાં પણ આવી વિવિધ કલ્યાણકારી પ્રવૃત્તિઓ અને યોજનાઓને સતત પ્રોત્સાહન આપવામાં આવશે. વીમા યોજના થકી મળેલી આ સહાય મૃતક કર્મચારીના પરિવાર માટે આર્થિક રીતે થોડી રાહતરૂપ બની રહે તે મંડળીનો વિનમ્ર પ્રયાસ છે.

આ દુઃખદ પ્રસંગે મંડળીના હોદ્દેદારો તેમજ સભ્યોએ દિવંગત કર્મચારીના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી અને પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande