
પોરબંદર, 13 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદરના
છાયા નવાપરા રામનાથ સોસાયટી વિસ્તારમાં આવેલા સ્વસ્તિક પાર્કમાં મકાનમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાનો
પર્દાફાશ થયો છે.
પોલીસની કાર્યવાહી દરમિયાન
મકાન માંથી તીનપત્તીનો જુગાર રમતી 9 મહિલાઓ ઝડપાઈ હતી.પોલીસ ફરિયાદ મુજબ નીરાલીબેન અનીલગીરી મેઘનાથી (ઉ.વ.26)ના કબજાના મકાનમાં અન્ય મહિલાઓને બોલાવી જુગારધામ ચલાવવામાં આવતું હતું. અહીં નાલ ઉઘરાવી રોકડ
રૂપિયાની હારજીત સાથે તીનપત્તીનો જુગાર રમાતો
હોવાનો આક્ષેપ છે.
આ કાર્યવાહી દરમિયાન નિરાલીબેન અનીલગીરી મેઘનાથી, પુતીબેન મિલનભાઈ ચાંડેલા (33), વૈશાલીબેન પ્રશાંતભાઈ પરમાર (34), સુજાતાબેન અનીલગીરી મેઘનાથી (21), સુમરીબેન નવઘણભાઈ રાતીયા (40), રૂડીબેન હરદાસભાઈ ભુવતિયા (44), કમુદબેન જયેશભાઈપરમાર (40), ઈન્દુબેન કિશોરભાઈ પરમાર (65) અને માલતીબેન રમેશભાઈ સોનીગ્રા (45) સામે કાર્યવાહી કરવામાં આવી છે.પોલીસે સ્થળ પરથી તીનપત્તીના 52 પાના અનેરોકડા રૂ.10,240 સહિતનો મુદ્દામાલ કબજે કર્યોહતો. તમામ સામે જુગારધારા હેઠળ ગુનો
નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya