
ગીર સોમનાથ 13 ઓગસ્ટ (હિ.સ.) પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે શ્રાવણના પ્રથમ દિવસે જ સોમનાથ ટ્રસ્ટ દ્વારા ખાસ 'સ્વાભિમાન પર્વ' ને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલા મહામૃત્યુંજય યજ્ઞના આયોજનનો લાભ ભક્તોએ આધ્યાત્મિક માહોલમાં લીધો હતો.
જેમાં સવારથી બપોર સુધીના ચાર સ્લોટમાં ઘણા પરિવારોએ ભગવાન સોમનાથના સાંનિધ્યમાં યજ્ઞનારાયણને મહામૃત્યુંજય મંત્ર સાથે આહુતિ આપીને પુણ્યનું ભાથું બાંધ્યું હતું.
સોમનાથમાં આવનારા તમામ ભક્તો યજ્ઞ કરીને જ્યોતિર્લિંગ ક્ષેત્રમાં અનંત ઊર્જાનું ફળ પ્રાપ્ત કરી શકે, તેવા શુભાશય સાથે આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
ભક્તો સમગ્ર શ્રાવણ માસ દરમિયાન સોમનાથ ટ્રસ્ટની વેબસાઈટ પર તેમજ રૂબરૂ નોંધણી કરાવીને આ યજ્ઞમાં યજમાન બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરી શકે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ