
ગીર સોમનાથ, 13 ઓગસ્ટ (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લામાં સુત્રાપાડા તાલુકામાં સરસ્વતીના ઉપાસક અને વિસ્તારના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ અને તેમને શિક્ષા પ્રદાન કરનાર ગુરુજનોનું ગૌરવભેર સન્માન કરવામાં આવ્યું હતુ.
સુત્રાપાડા તાલુકા ના ગોરખમઢી, પે સેન્ટર પ્રાંસલી, પે સેન્ટર ધામળેજ, પે સેન્ટર લોઢવા, પે સેન્ટર સુત્રાપાડા બંદર, પે સેન્ટર શાળા સુત્રાપાડામાં, તાલુકા ધો.6 ધો. 7 ધો 8. પ્રથમ નંબરે આવેલ પ્રતિભાશાળી ટોટલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ 233 અને શાળા 87 અને ગુરુજનોનું તેમજ શિક્ષણ ક્ષેત્રે ઉમદા અને સમર્પિત કામગીરી કરનાર ગુરુજનોને, માનનીય ધારાસભ્ય ભગાભાઈ બારડ દ્વારા, પોતાના સ્વખર્ચે મોમેન્ટો અને ભેટ આપી સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે તમામ આગેવાનો સંગઠન હોદેદારો પદાધિકારીઓ વાલીગણ હાજર રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ