
ગીર સોમનાથ 13 ઓગસ્ટ (હિ.સ.)
ઉના - ભાવિક ભક્તોને સહર્ષ જણાવવાનું કે, પૂજ્ય બ્રહ્મલીન સંત શ્રી સ્વામી સત્યાનંદ સરસ્વતી બાપુ (તપોવન આશ્રમ) ના આશીર્વાદથી ઉનાના આંગણે નિર્માણ પામેલ વેદમાતા ગાયત્રી મંદિરની સ્થાપનાને ૩૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ સુવર્ણ અવસર નિમિત્તે ૩૧મો હોમાત્મક શતચંડી યજ્ઞ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ યજ્ઞ શ્રાવણ સુદ ત્રીજ, શનિવાર તા. ૧૫/૦૮/૨૦૨૬ થી શ્રાવણ સુદ પાંચમ, સોમવાર તા.
૧૭/૦૮/૨૦૨૬ સુધી મા ગાયત્રીના સાનિધ્યમાં સંપન્ન થશે. આ પાવન પ્રસંગે યોજાતા શતચંડી યજ્ઞ તથા સંતો-મહંતોના દર્શનનો લાભ લેવા સહપરિવાર, મિત્રો અને સ્નેહીજનો સાથે પધારવા મંદિર પરિવાર દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. યજ્ઞના આચાર્ય ચેતનભાઈ જયકૃષ્ણભાઈ દવે (પ્રભાસ પાટણ) મંગલ કાર્યક્રમની રૂપરેખા સ્થળ વેદમાતા ગાયત્રી મંદિર, ઉના આ ધાર્મિક ઉત્સવમાં મોટી સંખ્યામાં ભાવિકોએ ઉપસ્થિત રહી ધન્યતા અનુભવવા અનુરોધ છે.
૧૭ તારીખે સાંજે ૫:૩૦ કલાકે બીડુ હોમાસે દર્શન નો લાભ લેવા વિનંતી. આ આયોજન ને સફળ બનાવવા માટે ગાયત્રી ચેરીટેબલ ટ્રસ્ટ તથા ગાયત્રી ગરબી મંડળ ના સભ્યો એ જેહમત ઉઠાવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ