
ગીર સોમનાથ 13 ઓગસ્ટ (હિ.સ.) જિલ્લા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાના માર્ગદર્શનમાં વેરાવળના કે.સી.સી. મેદાન ખાતે ૧૫મી ઓગસ્ટના રોજ થનાર સ્વાતંત્ર્યદિનની ઉજવણીના ઉપલક્ષ્યમાં રિયલટાઈમ રિહર્સલ યોજાયું હતું.
જિલ્લા કક્ષાની ઉજવણીની પૂર્વતૈયારીના ભાગરુપે આજે સવારે કલેક્ટર અને જિલ્લા પોલીસવડા જયદિપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં કે.સી.સી મેદાન ખાતે પરેડ સહિતના કાર્યક્રમોનું. રિહર્સલ કરવામાં આવ્યું હતું.
વેરાવળના કે.સી.સી મેદાનમાં કલેક્ટરએ પરેડ નિરીક્ષણ, પોલીસ પ્લાટૂન દ્વારા સલામી સહિત વિવિધ વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિની થીમ પર રજૂ કરાયેલા અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યાં હતાં.
કલેક્ટરએ કાર્યક્રમો અને ઉજવણીની તૈયારીઓને અનુલક્ષીને સંબંધિત વિભાગના શીર્ષ અધિકારીઓને માર્ગદર્શિત કરી રાષ્ટ્રીય પર્વની ઉત્સાહભેર ઉજવણી થાય તે માટે માર્ગદર્શિત કર્યા હતાં.
ઉલ્લેખનીય છે કે, દેશભક્તિસભર રાષ્ટ્રીય પર્વ નાગરિકો માટે યાદગાર બની રહે તે રીતે ઉજવણી માટે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ સજ્જ થયું છે. નાગરિકો સરળતાથી ધ્વજવંદન પરેડ અને અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળી શકે એ રીતે વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.જિલ્લા કલેક્ટરએ ૧૫મી ઓગસ્ટના જિલ્લાકક્ષાના રાષ્ટ્રીય પર્વની, આ ઉજવણીમાં સહભાગી થવા જિલ્લાની વિવિધ સંસ્થાઓ સાથે વેરાવળના નગરજનોને અપીલ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ