વડોદરા SOGની મોટી કાર્યવાહી: બાજવા-કરચિયા રોડ પરથી રુ.3.64 લાખનું હેરોઇન ઝડપાયું
વડોદરા, 13 ઓગસ્ટ (હિ.સ.) : વડોદરા શહેરમાં નશાના કારોબાર સામે SOGએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. બાજવા-કરચિયા રોડ પર આવેલા એક મકાનમાંથી 18.280 ગ્રામ હેરોઇનનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે હેરોઇન સાથે એક આરોપીની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીની ઓળખ
વડોદરા SOGની મોટી કાર્યવાહી: બાજવા-કરચિયા રોડ પરથી રુ.3.64 લાખનું હેરોઇન ઝડપાયું


વડોદરા, 13 ઓગસ્ટ (હિ.સ.) : વડોદરા શહેરમાં નશાના કારોબાર સામે SOGએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. બાજવા-કરચિયા રોડ પર આવેલા એક મકાનમાંથી 18.280 ગ્રામ હેરોઇનનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે હેરોઇન સાથે એક આરોપીની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીની ઓળખ જગદીપસિંહ ઉર્ફે દીપ તરીકે થઈ છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અમૃતસરના એક શખ્સ પાસેથી હેરોઇનનો જથ્થો લાવ્યો હતો અને ત્યારબાદ ગ્રાહકોને છૂટક હેરોઇન વેચતો હતો.

પોલીસે આરોપી પાસેથી ₹3.64 લાખની કિંમતનું 18.280 ગ્રામ હેરોઇન ઉપરાંત મોબાઇલ ફોન અને રોકડ સહિત કુલ ₹4.20 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે SOG દ્વારા NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હેરોઇનનો જથ્થો સપ્લાય કરનાર અમૃતસરના શખ્સને ઝડપી પાડવા માટે પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે.

વડોદરા શહેરમાં નશાના નેટવર્ક સામે SOGની આ કાર્યવાહીથી નશાના વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande