રક્ષાબંધન પર્વે પ્રેમની રાખડી પહોંચાડવા, ટપાલ વિભાગની વિશેષ પહેલ
જુનાગઢ 13 ઓગસ્ટ (હિ.સ.) ભાઈ-બહેનના અતૂટ પ્રેમ અને સ્નેહના પવિત્ર પર્વ રક્ષાબંધન નિમિત્તે ભારતીય ટપાલ વિભાગ દ્વારા નાગરિકોની સુવિધા માટે ‘રાખી મેઇલ’ સેવા હેઠળ રાખડી મોકલવા પર ૧૦ ટકા વિશેષ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ વિશેષ યોજના તા. ૧
રક્ષાબંધન પર્વે પ્રેમની રાખડી પહોંચાડવા, ટપાલ વિભાગની વિશેષ પહેલ


જુનાગઢ 13 ઓગસ્ટ (હિ.સ.) ભાઈ-બહેનના અતૂટ પ્રેમ અને સ્નેહના પવિત્ર પર્વ રક્ષાબંધન નિમિત્તે ભારતીય ટપાલ વિભાગ દ્વારા નાગરિકોની સુવિધા માટે ‘રાખી મેઇલ’ સેવા હેઠળ રાખડી મોકલવા પર ૧૦ ટકા વિશેષ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

આ વિશેષ યોજના તા. ૧૨/૦૮/૨૦૨૬થી સમગ્ર દેશમાં અમલમાં આવી છે.

‘રાખી મેઇલ’ હેઠળ Inland Speed Post (Document) તરીકે બુક કરવામાં આવતી રાખડી પર ૧૦ ટકા વિશેષ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ ડિસ્કાઉન્ટ માત્ર મૂળ પોસ્ટલ ચાર્જ પર લાગુ પડશે. યોજનાનો લાભ લેવા માટે ગ્રાહકે રાખડીના કવર અથવા લિફાફાના આગળના ભાગે સ્પષ્ટ અક્ષરે ‘Rakhi Mail’ લખવાનું રહેશે.

પોસ્ટ ઓફિસના કાઉન્ટર ઓપરેટર દ્વારા કવર ખોલ્યા વિના બહારથી જ તપાસ કરીને તેમાં રાખડી હોવાનું નિશ્ચિત કરવામાં આવશે. એક ગ્રાહક એક સમયે વધુમાં વધુ ૫ Speed Post Articles આ ડિસ્કાઉન્ટ હેઠળ બુક કરાવી શકશે.

આ વિશેષ ડિસ્કાઉન્ટ માત્ર પોસ્ટ ઓફિસના કાઉન્ટર પરથી રૂબરૂ કરવામાં આવતા Retail Booking માટે જ માન્ય રહેશે.

ગ્રાહકોની સુવિધાને ધ્યાનમાં રાખીને જૂનાગઢ હેડ પોસ્ટ ઓફિસ તથા વેરાવળ સબ પોસ્ટ ઓફિસ ખાતે ૨૪ કલાક કાઉન્ટર બુકિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ઉપરાંત, જૂનાગઢ આઝાદ ચોક સબ પોસ્ટ ઓફિસ ખાતે વધારાના કલાકો દરમિયાન બુકિંગની વિશેષ સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

ભારતીય ટપાલ વિભાગ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે રક્ષાબંધનના પાવન પર્વે ભાઈ-બહેન સુધી પ્રેમ અને લાગણીનું પ્રતિક એવી રાખડી ઝડપી, સુરક્ષિત અને વ્યાજબી દરે પહોંચાડવા માટે નજીકની પોસ્ટ ઓફિસની મુલાકાત લઈ ‘Rakhi Mail’ની ૧૦ ટકા વિશેષ ડિસ્કાઉન્ટ યોજનાનો મહત્તમ લાભ ઉઠાવે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande