ગુમ થયેલા મોબાઈલ શોધવામાં ભુજ બી ડિવિઝન પોલીસની મોટી સફળતા, CEIR પોર્ટલથી 1.15 લાખના 5 ફોન પરત
કચ્છ, 13 ઓગસ્ટ (હિ.સ.) : ભુજ શહેર બી ડિવિઝન પોલીસે ટેકનોલોજીના અસરકારક ઉપયોગ સાથે વધુ એક સરાહનીય કામગીરી કરી છે. ગુમ થયેલા તેમજ ચોરી થયેલા મોબાઈલ ફોન શોધી કાઢવા માટે ભારત સરકારના સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઈડેન્ટિટી રજિસ્ટર (CEIR) પોર્ટલનો ઉપયોગ કરી પોલ
મોબાઈલ માલિકોને ફોન પરત કરાયા


મોબાઈલ માલિકોને ફોન પરત કરાયા


મોબાઈલ માલિકોને ફોન પરત કરાયા


મોબાઈલ માલિકોને ફોન પરત કરાયા


મોબાઈલ માલિકોને ફોન પરત કરાયા


કચ્છ, 13 ઓગસ્ટ (હિ.સ.) : ભુજ શહેર બી ડિવિઝન પોલીસે ટેકનોલોજીના અસરકારક ઉપયોગ સાથે વધુ એક સરાહનીય કામગીરી કરી છે. ગુમ થયેલા તેમજ ચોરી થયેલા મોબાઈલ ફોન શોધી કાઢવા માટે ભારત સરકારના સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઈડેન્ટિટી રજિસ્ટર (CEIR) પોર્ટલનો ઉપયોગ કરી પોલીસે પાંચ મોબાઈલ ફોન શોધી કાઢ્યા છે. પોલીસે તમામ મોબાઈલ ફોન તેમના મૂળ અરજદારોને પરત કરી ‘પોલીસ પ્રજાનો મિત્ર છે’ તે સૂત્રને સાર્થક કર્યું છે.

બોર્ડર રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ અધિક્ષક વિકાસ સુંડા તથા ભુજ વિભાગના ઈન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક ડૉ. વિશ્વા શાહ દ્વારા ગુમ અને ચોરી થયેલા મોબાઈલ ફોન શોધી કાઢવા પોલીસ તંત્રને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના આધારે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એસ. હેરમાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમે ટેકનિકલ તપાસને વેગ આપ્યો હતો.

પોલીસને મળેલી અરજીઓના આધારે ગુમ થયેલા મોબાઈલ ફોનની વિગતો CEIR પોર્ટલ પર અપલોડ કરી સતત મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. ટેકનિકલ માહિતી, મોબાઈલના ઉપયોગ અને ઉપલબ્ધ ડિજિટલ ડેટાના આધારે પોલીસે અલગ-અલગ સ્થળોએ સક્રિય થયેલા મોબાઈલ ફોનને ટ્રેસ કરવાની કામગીરી હાથ ધરી હતી. સતત દેખરેખ અને ટેકનિકલ વર્કઆઉટ બાદ પાંચ મોબાઈલ ફોન શોધવામાં પોલીસને સફળતા મળી હતી.

શોધી કાઢવામાં આવેલા મોબાઈલ ફોનમાં વિનોદ બી. મહેશ્વરીનો OnePlus 7T, અવધેશકુમાર ચતુર્વેદીનો Vivo T2x, પ્રકાશભાઈ વી. સોનીનો Samsung A15, રવિ કુમાર કે. પ્રજાપતિનો AI+ 5G તથા સંજીભાઈ ઠાકોરનો Vivo Y200eનો સમાવેશ થાય છે. આ પાંચેય મોબાઈલ ફોનની કુલ કિંમત અંદાજે રૂ. 1,15,500 થાય છે.

સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ અને ટેકનિકલ ટીમની સંકલિત કામગીરીથી આ મોબાઈલ ફોન પરત મળતાં અરજદારોને મોટી રાહત મળી છે. પોલીસની આ કામગીરીથી એક તરફ નાગરિકોમાં વિશ્વાસ વધુ મજબૂત થયો છે, તો બીજી તરફ ગુમ થયેલા મોબાઈલ શોધવા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કેટલો અસરકારક સાબિત થઈ શકે છે તેનું ઉદાહરણ પણ પૂરું પાડ્યું છે.

આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ.એસ. હેરમાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી. ભુજ શહેર બી ડિવિઝન પોલીસે ટેકનોલોજી અને પોલીસિંગના સુમેળથી નાગરિકોની મિલકત સુરક્ષિત રીતે પરત અપાવી સેવાની જવાબદારી નિભાવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande