ટક્કર બાદ પીછો કરતા યુવક પર ગાડી ચડાવવાનો પ્રયાસ, ગાંધીધામ પોલીસે આરોપીને ઝડપી લીધો
કચ્છ, 13 ઓગસ્ટ (હિ.સ.) : ગાંધીધામમાં વાહન અકસ્માત બાદ સર્જાયેલા ગંભીર બનાવમાં એક વ્યક્તિને કથિત રીતે જાનથી મારી નાખવાના પ્રયાસના કેસમાં ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે ઝડપી કાર્યવાહી કરી આરોપીને ગણતરીના સમયમાં ઝડપી પાડ્યો છે. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને
ખૂન ની કોશિષ નો આરોપી


ખૂન ની કોશિષ નો આરોપી


કચ્છ, 13 ઓગસ્ટ (હિ.સ.) : ગાંધીધામમાં વાહન અકસ્માત બાદ સર્જાયેલા ગંભીર બનાવમાં એક વ્યક્તિને કથિત રીતે જાનથી મારી નાખવાના પ્રયાસના કેસમાં ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે ઝડપી કાર્યવાહી કરી આરોપીને ગણતરીના સમયમાં ઝડપી પાડ્યો છે. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને માનવ સ્ત્રોતોની મદદથી આરોપી સુધી પહોંચીને તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 11 ઓગસ્ટ, 2026ના રોજ રાત્રે 8:40 વાગ્યે નોંધાયેલા ગુનામાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 281 અને 109 તેમજ મોટર વ્હીકલ એક્ટની કલમ 177, 184 અને 134 હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, આરોપી પ્રવીણકુમાર અમીલાલ બુગાલીયા પોતાની માલિકીની ટાટા કંપનીની સફારી સ્ટ્રોમ કાર ચલાવી રહ્યો હતો. દરમિયાન તેની કાર ફરિયાદીની કાર સાથે અથડાઈ હતી. અકસ્માત બાદ ફરિયાદીએ આરોપીની કારનો પીછો કર્યો હતો. આરોપી કારમાંથી નીચે ઉતર્યો ત્યારે બંને વચ્ચે ઘટનાને લઈને બોલાચાલી થઈ હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.

આ દરમિયાન આરોપીએ કથિત રીતે ફરિયાદીને જાનથી મારી નાખવાના ઇરાદે પોતાની કાર તેના તરફ દોડાવી ગાડી ચડાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ આરોપી સ્થળ પરથી કાર લઈને ફરાર થઈ ગયો હતો. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ દ્વારા આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.

પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. રાઠોડે સ્ટાફને આરોપીને ઝડપથી શોધી કાઢવા સૂચના આપી હતી. જેના પગલે પોલીસ ટીમે ટેકનિકલ માહિતી તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને તપાસ આગળ ધપાવી હતી. અંતે પોલીસે પ્રવીણકુમાર અમીલાલ બુગાલીયા, ઉંમર 44 વર્ષ, હાલ આદિપુરના વોર્ડ નં. 2/બીમાં રહેતા અને મૂળ રાજસ્થાનના રહેવાસીને ઝડપી લીધો હતો.

પોલીસે આરોપીના કબજામાંથી બનાવમાં ઉપયોગમાં લેવાયેલી ટાટા સફારી સ્ટ્રોમ કાર પણ કબજે કરી છે. કારનો રજીસ્ટ્રેશન નંબર RJ-23-UB-4140 હોવાનું અને તેની અંદાજિત કિંમત રૂપિયા 8 લાખ હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.

આ સમગ્ર કાર્યવાહી ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. રાઠોડ, પોલીસ સબ-ઇન્સ્પેક્ટર વી.એચ. ઝાલા તથા પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. પોલીસે આરોપીની ધરપકડ બાદ ગુનાની વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande